પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવા વાઘપુરા ખાતે હાયપરટેન્શન થીમ આધારિત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું
રાજપીપલા : જુનેદ ખત્રી
તા. ૧૭ મે “વિશ્વ હાયપરટેન્શન દિવસ” અંતર્ગત તા. ૧૭ મે ૨૦૨૫ થી ૧૬ જૂન ૨૦૨૫ સુધી જન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. જન-જાગૃતિ અભિયાન આયોજનના ભાગરૂપે રાજપીપલાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવા વાઘપુરા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સ્વામીનારાયણ નર્સિંગ સ્કૂલ એકતાનગરમાં તાલીમ અર્થે આવતા વિદ્યાર્થીઓ માટે હાયપરટેન્શન થીમ આધારિત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને થર્ડ નંબર લાવનાર વિધાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું. સ્પર્ધા દરમિયાન મેડિકલ ઓફિસરશ્રી તેમજ CHO કલીબેન મકવાણા તેમજ MPHS, સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ સહભાગી થયા હતાં.