NANDODNARMADA

નર્મદામાં ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ, જિલ્લા પ્રમુખ વિરુદ્ધ ગંભીર આક્ષેપ સાથે ધારાસભ્યના ધરણાં 

નર્મદામાં ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ, જિલ્લા પ્રમુખ વિરુદ્ધ ગંભીર આક્ષેપ સાથે ધારાસભ્યના ધરણાં

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભાજપમાં આંતરિક વિખવાદ વકરી રહ્યો છે સાંસદ મનસુખ વસાવા અનેકવાર જાહેર મંચ ઉપરથી ભાજપના નેતાઓને આડે હાથ લે છે થોડા દિવસ અગાઉ દારૂ મુદ્દે પણ ભાજપના નેતાઓની સંડોવણી મુદ્દે ખૂબ મોટું નિવેદન તેઓએ આપ્યું હતું

આજે ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને જાહેર થયો છે રાજપીપળા આંબેડકર ભવનમાં મોદી સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં પણ “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” કાર્યક્રમ ચાલી રહ્યો હતો તેમજ નાંદોદ ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખનું સન્માન નહીં કરતા તેમજ તેમણે બોલવાની તક નહીં મળતા રીતસર જાહેર મંચ પરથી પ્રભારી મંત્રી અને આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ સામે ખરી ખરી સંભળાવી કાર્યક્રમ છોડી ગાંધી ચોક ખાતે ધરણા પર બેસી ગયા

તેમની સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે કાર્યક્રમમાં પ્રદેશના સંગઠન નેતાઓ સામે આદિવાસી દીકરીનો અપમાન થયું જેથી હું કાર્યક્રમ છોડીને ધારણા પર બેસી છું ભાજપ પ્રમુખ અને જિલ્લાના હોદ્દેદારો દ્વારા વારંવાર મારો અપમાન કરવામાં આવે છે જે છેલ્લા બે વર્ષથી હું સહન કરું છું સંગઠનમાં અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ એમની ઉપર કોના ચાર હાથ છે કે જેથી કરીને તેમની સામે કોઈ એક્શન લેવામાં આવતી નથી ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો જેનું કારણ પણ ભાજપ પ્રમુખ નીલ રાવને તેઓએ ગણાવ્યા હતા

 

આ બાબતે સાંસદ મનસુખ વસાવા કાર્યક્રમ પતાવી ને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પાસે પોહચી તેમની વાતમાં સૂર પુરાવ્યો હતો અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા હતા તેમણે પ્રમુખ પદેથી હટાવવાની વાત પણ કરી હતી વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી નેતાઓને ડરાવવાનું ધમકાવવાનું તેઓ કામ કરી રહ્યા છે પ્રદેશમાં રજૂઆત કરીશું નહીં સાંભળે તો લડાઈ લડીશું પણ નીલ રાવ જેવાને પ્રમુખ તરીકે નહીં ચલાવી લઈએ તેઓએ કમલમમાં મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું અને ધારાસભ્યનું સતત અપમાન એ સમગ્ર આદિવાસી સમાજનું અને મહિલાઓનું અપમાન છે તેમ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું

Back to top button
error: Content is protected !!