NANDODNARMADA

નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકયો, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નર્મદા મૈયાના પાવન જળના વધામણાં કર્યા

૨૦૧૭માં રાષ્ટ્રાર્પણ થયા પછી સરદાર સરોવર ડેમ સતત પાંચમી વાર મહત્તમ ૧૩૮.૬૮ મીટર સપાટીએ ભરાયો

નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકયો, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નર્મદા મૈયાના પાવન જળના વધામણાં કર્યા

 

૨૦૧૭માં રાષ્ટ્રાર્પણ થયા પછી સરદાર સરોવર ડેમ સતત પાંચમી વાર મહત્તમ ૧૩૮.૬૮ મીટર સપાટીએ ભરાયો

 

આ વર્ષે ૧૧ ઓગસ્ટથી શરૂ થઈ ૫૧ દિવસ ઓવરફ્લો થવા સાથે ૧૦,૦૧૨ મીલીયન ઘનમીટર ઓવરફ્લો થયો

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિ માટે જિવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી ૧ ઓકટોબર ૨૦૨૪ ના રોજ તેની મહત્તમ ૧૩૮.૬૮ મીટર એટલે કે, ૪૫૫ ફુટ પહોંચી છે. ડેમની આ ૧૩૮.૬૮ મીટર સપાટીએ કુલ જળસંગ્રહ ક્ષમતા ૯૪૬૦ મીલીયન ઘનમીટર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના આ છલકાતાં નીરના વધામણા મંગળવારે બપોરે વિજય મુહૂર્તમાં સરદાર સરોવર ડેમ સાઈટ એક્તા નગર પહોંચીને જળ પૂજનથી કર્યા હતા.

આ વર્ષે વરસાદી મોસમમાં સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ ૧૧ ઓગસ્ટથી ઓવરફ્લો થવાનો શરૂ થયો હતો. અત્યાર સુધીમાં ૫૧ દિવસ સુધી આ જળાશય ઓવરફ્લો થયું છે અને કુલ ૧૦,૦૧૨ મીલીયન ઘનમીટર એટલે કે, ૮,૧૭૭ MAF પાણી ઓવરફલોને કારણે આવ્યું છે. એટલું જ નહિ, નર્મદા યોજનાના રીવર બેડ પાવર હાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસમાં આ વર્ષે ચોમાસાના સમયમાં કુલ ૧૩૪૩ મેગાવોટ વીજળી તથા અત્યાર સુધીમાં ૬૨૮૩ કરોડની યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ૧૦,૦૧૪ ગામો, ૧૮૩ શહેરો અને ૭ મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને ૪ કરોડ જેટલા લોકોને પીવાનું પાણી પુરું પાડતા આ પ્રોજેક્ટના જળાશયમાં પૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યુ હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી તરીકે પદભાર સંભાળ્યાના માત્ર ૧૭ દિવસમાં જ નર્મદા ડેમનું બાકીનું કામ પૂર્ણ કરવા તથા ગેટ બેસાડવાની મંજુરી આપી હતી. રાજ્ય સરકારે પણ ત્વરાએ આ કામગીરી હાથ ધરીને ૩૦ દરવાજાઓની કામગીરી સહિતની બધીજ કામગીરી નિર્ધારીત સમય કરતાં ૯ મહિના વહેલી પૂર્ણ કરી દીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૭માં તેમના જન્મદિવસ, ૧૭મી સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યુ છે. ૨૦૧૭માં રાષ્ટ્રાર્પણ પછી અત્યાર સુધીમાં પાંચ વાર આ ડેમ તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. સરદાર સરોવર ડેમના છલકાવાથી અગાઉ દરિયામા નિરર્થક વહી જતું હવે દરવાજા લાગ્યા બાદ જળ વ્યવસ્થાપનથી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ ભરવા તથા સુજલામ સુફલામ યોજના દ્વારા ઉત્તર ગુજરાતના ૯ મોટા-મધ્યમ જળાશયો અને ૯૦૯ તળાવોમાં પહોંચાડવામાં આવે છે.

 

Back to top button
error: Content is protected !!