નર્મદા જીલ્લા પોલીસ દ્વારા “એક દૌડ જન જાગૃતિ કી ઔર” ના સ્લોગન સાથે મેરેથોન યોજવામાં આવી
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે અને મદદનીશ પોલીસ અધિક્ષક લોકેશ યાદવ સહિત ઉચ્ચ અધિકારીઓ એ પણ દોડ પૂરી કરી યુવાનોને પ્રોત્સાહિત કર્યા
રાજપીપલા: જુનેદ ખત્રી
નર્મદા જિલ્લા પોલીસ દ્વારા એક દોઢ જનજાગૃતિ કી ઓર ના સ્લોગન સાથે મેરેથોન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ કિલોમીટરની મેરેથોન રાખવામાં આવી હતી
સંદિપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા પ્રશાંત સુંબે,પોલીસ અધિક્ષક નર્મદાની સુચના અને માર્ગદર્શન હેઠળ લોકેશ યાદવ,મદદનીશ પોલીસ અધિક્ષક, રાજપીપલા વિભાગ, રાજપીપલાના દેખરેખ હેઠળ નર્મદા જીલ્લા પોલીસ દ્વારા “એક દોડ જન જાગૃતિ કી ઔર’ના સ્લોગન સાથે જન જાગૃતિના વિવિધ પ્રકારની સમાજમાં નાગરીકોમાં જાગૃતિ લાવવા જેમાં ટ્રાફિક જાગૃતિ, સાઇબર ક્રાઇમ, સાઇબર ફ્રોડ તેમજ મહિલા વિરુધ્ધના ગુન્હા અટકાવવા અંગે જાગૃતિના આશયથી આ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલ.જેમાં પોલીસ હેડ કવાર્ટર જીતનગરથી વડીયા જકાતનાકા, ગાંધી ચૌક, રાજેન્દ્રનગર સોસાયટી થઈને ધાબા ગ્રાઉન્ડ સુધી ૫ કિ.મીની મેરેથોન દૌડ યોજાયેલ હતી જેમાં પોલીસ હેડ કવાર્ટર જીતનગરથી નાંદોદ ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ તથા પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક નર્મદા તથા લોકેશ યાદવ, મદદનીશ પોલીસ અધિક્ષક, રાજપીપલા તથા મુસ્કાન ડાગર, મદદનીશ કલેકટર તથા અન્ય પોલીસ અધિકારીઓ દ્વારા દોડવીરોને લીલી ઝંડી આપી દૌડની શરૂઆત કરવામાં આવેલ હતી.જેમાં નર્મદા જીલ્લાના નાગરીકો, યુવાનો,યુવતીઓ, મહિલાઓ તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ આશરે ૯૦૦ જેટલા દોડવીરોએ હોંશભેર મેરેથોનમાં ભાગ લીધેલ.મેરેથોન ભાગ લીધેલ દોડવીરોને દીડ માટે પ્રત્યક્ષ પ્રોત્સાહિત કરવા પ્રશાંત સુબે, પોલીસ અધિક્ષક નર્મદા તથા લોકેશ યાદવ,મદદનીશ પોલીસ અધિક્ષક, રાજપીપલા તથા મુસ્કાન ડાગર, મદદનીશ કલેકટર તથા અન્ય પોલીસ અધિકારીઓએ મેરેથોન દૌડી પુર્ણ કરી હતી મેરેથોન દૌડ પુરી કરનાર તમામ દૌડવીરોમાંથી પ્રક્ષ્મ,દ્વિતીય, તૃતીય આવનાર મહિલા તેમજ પુરૂષમાંથી ત્રણ-ત્રણ દૌડવીરોને રોકડ પુરષ્કાર તથા પ્રમાણપત્ર મેડલ આપી નર્મદા જીલ્લા પોલીસ દ્વારા સન્માનીત કરવામાં આવેલ તેમજ પ્રથમ ૨૫ મહિલાઓ તથા પ્રથમ ૨૫ પુરૂષનાઓને મેડલ અને સર્ટીફિકેટ એનાયત કરવામાં આવેલ તથા આ મેરેથોન પુરી કરનાર તમામ દૌડવીરોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા