NANDODNARMADA

સરદાર સરોવર ડેમના ૯ દરવાજામાંથી કુલ ૧.૩૫ લાખ ક્યુસેક પાણી છોડાયું : ટોટલ આઉટફ્લો ૨.૦૨ લાખ ક્યુસેક

સરદાર સરોવર ડેમના ૯ દરવાજામાંથી કુલ ૧.૩૫ લાખ ક્યુસેક પાણી છોડાયું : ટોટલ આઉટફ્લો ૨.૦૨ લાખ ક્યુસેક

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા ડેમ અંગે મામલતદાર ડિઝાસ્ટર નર્મદા-રાજપીપલા તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો નોંધાયો છે. પરિણામસ્વરૂપે તા. ૧૨/૦૮/૨૦૨૪ ના રોજ ૦૯ દરવાજા ખોલીને પાણી છોડાયું છે. જેને કારણે નીચલા વિસ્તારમાં ૧,૩૫,૦૦૦ ક્યુસેક પાણી વહેશે.

વધુમાં નદી તળ વિધુત મથક (R.B.P.H) ના ૦૬ મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ ૨,૦૨,૧૬૫ (૬૭,૧૬૫ + ૧,૩૫,૦૦૦) ક્યુસેસ પાણી છોડવામાં આવેલ છે. સાંજે ૫:૦૦ કલાકની સ્થિતિએ ડેમનું લેવલ ૧૩૫.૮૫ મીટર પર હતું. સરદાર સરોવર બંધનાં નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે જરૂરી સુરક્ષા પગલાં લેવા અને નાગરિકોને સચેત રહેવા જણાવાયું છે.

અસરગ્રસ્ત કરતા નાંદોદ તાલુકાના સિસોદરા, ભદામ, માંગરોલ, ગુવાર, રામપુરા, રાજપીપળા, ઓરી, નવાપુરા, ધમણાચા, ધાનપોર, ભચરવાડા, હજરપુરા, શહેરાવ, વરાછા, પોઈચા, રૂંઢ ગામો અને ગરૂડેશ્વર તાલુકાના સાંજરોલી, અંકતેશ્વર, સુરજવડ, ગોરા, ગરૂડેશ્વર, ગંભીરપુરા, વાંસલા તેમજ તિલકવાડા તાલુકાના વાસણ, તિલકવાડા, વડીયા, વિરપુર, રેંગણ ગામોના નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!