રાજપીપળા પ્રાંત અધિકારીએ પોઇચા વડોદરા રોડ પાસેથી ઓવર લોડ રેતી ભરેલું ડમ્પર ઝડપી લીધું
ડમ્પર અને રેતી મળી કુલ ૨૬.૮૨ લાખનો મુદ્દામાલ સીઝ RTO ને દંડ ની કાર્યવાહી માટે જણાવ્યું
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર ખનીજનું વહન થતુ અટકાવવાના સંદર્ભમાં તા.૦૧/૦૨/૨૦૨૫ ના રોજ રાજપીપલા પ્રાંત અધિકારી આકસ્મિક રાજપીપળા પોઇચા-વડોદરા રોડની મુલાકાત દરમિયાન રોડ ઉપરથી પસાર થતા વાહનોને અટકાવી તપાસ કરી પુછપરછ કરતા વાહનઓની રોયલ્ટી ચેક કરતાં GJ 18 BT 6254 દમ્ફર ઓવરલોડ રેતી ભરેલ હોવાનું પ્રાથમિક દષ્ટીએ શંકા જતાં ડમ્પરનો એકતા વજન કાંટા પોઇચા ખાતે વજન કરાવતા રોયલ્ટી પાસ તથા આર.સી બુકની ફોટોકોપીમાં જણાવ્યા કરતાં વધુ પ્રમાણમાં રેતી ખનીજનું ગેરકાયદેસર રીતે વહન થતુ હોવાનું જાહેર થતાં ડમ્પરને રેતીના જથ્થા સહીત ૨૬.૮૨ લાખનો મુદ્દામાલ સીઝ કરી આ ડમ્પરના જથ્થા બાબતે અને આર.ટી.ઓ.ના નિયમોના ભંગ બદલ સીઝ કરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવતા ઓવરલોડ રેતી ભરી દોડતા ડમ્ફર ચાલકોમાં ફફડાટ ફેલાયો છે