DEDIAPADANARMADA

પુરવઠા ખાતા દ્વારા ડેડીયાપાડા તાલુકાની વાજબી ભાવની દુકાનોની આકસ્મિક તપાસ*

  • પુરવઠા ખાતા દ્વારા ડેડીયાપાડા તાલુકાની વાજબી ભાવની દુકાનોની આકસ્મિક તપાસ

તાહિર મેમણ – ડેડીયાપાડા – 05/08/2026 – નર્મદા જિલ્લાના પુરવઠા વિભાગ દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક અને અસરકારક બને તેમજ લાભાર્થીઓને સરકારશ્રી દ્વારા નિયત ધોરણ મુજબ અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓનો નિયમિત પુરવઠો સુનિશ્ચિત થાય તે હેતુસર જિલ્લાના ડેડીયાપાડા તથા સાગબારા તાલુકાની વિવિધ વાજબી ભાવની દુકાનોની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા વાજબી ભાવની દુકાનોમાં ઉપલબ્ધ અનાજના જથ્થાની ચકાસણી, સ્ટોક રજિસ્ટર, વેચાણ રજિસ્ટર, મશીન મારફતે થતા વિતરણની કામગીરી, વિતરણના રેકોર્ડ તેમજ અન્ય જરૂરી દસ્તાવેજોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી.

નર્મદા જિલ્લા પુરવઠા વિભાગે જણાવ્યું હતું કે જાહેર વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા જળવાઈ રહે અને લાભાર્થીઓને ગુણવત્તાયુક્ત સેવા મળી રહે તે માટે જિલ્લામાં આવી આકસ્મિક તપાસની કામગીરી નિયમિતપણે ચાલુ રાખવામાં આવશે. જનહિતને પ્રાથમિકતા આપી સરકારશ્રીની યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થી સુધી અસરકારક રીતે પહોંચે તે માટે વિભાગ પ્રતિબદ્ધ છે.

Back to top button
error: Content is protected !!