GUJARATJETPURRAJKOT

Jetpur: જેતપુરમાં રહેતી દિવ્યાંગ આત્મનિર્ભર દીકરીનાં સંઘર્ષ સામે બે હાથ જોડીને થઈ જશો નતમસ્તક 

તા.૧૩/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વિકલાંગ દીકરી અમિતાભ બચ્ચનની મોટી ફેન પણ છે.

હમ પરોસે નહિ, હોસલો છે ઉડા કરતે હૈ નાં સૂત્રને સાર્થક કરતી એવી દીકરી વિશે જણાવવા જઈ રહ્યા છે કે જે સમાજને પ્રેરાણ પાડે તેવી વિશિષ્ટ છે.તે દેહથી વિકલાંગ છે પણ મનથી મક્કમ છે.

Rajkot, jetpur: રાજકોટ જિલ્લાનાં જેતપુરના વંદનાબેન કંટારિયાની.જેઓ 80 ટકા વિકલાંગ છે નાનપણમાં જ તેમણે પિતાની છત્રછાયા ગુમાવી.જન્મજાત શારીરિક તકલીફો વચ્ચે પણ દ્રઢ મનોબળ સાથે જીવતા વંદનાબેન કંટારિયા આજે પોતાનું ગુજરાન ચાલાવે છે હાથનું સંતુલન ન હોવા છતાં પગની મદદથી તેઓ મોબાઈલનાં રિચાર્જ તેમજ ઝેરોક્ષ કાઢવાનું કામ કરીને અડગ મનોબળ શું કરી શકે તેનું જીવતું જાગતું ઉદાહરણ બન્યા છે.સાથે અમિતાભ બચ્ચનનાં જબરા ફેન છે.

17 ફેબ્રુઆરી 1978 ના રોજ જન્મેલા વંદનાબેન મણિલાલ કંટારિયા જન્મજાત સેરિબ્રલ પાલ્સીની બીમારીથી પીડાય છે.આ રોગમાં મગજ અને હાથ કામ કરી શકતા નથી . શરીરનું સંતુલન જળવાતું નથી . બોલવાથી ગરદન ,હડપચી તેમજ મોઢાની નસો ખેંચાવાની તકલીફ થાય છે જન્મના ગણતરીના દિવસોમાં વંદનાબેનને કમળાની અસરથી હાથ – પગ ખોટા થઈ ગયા હતા.શિક્ષિકા માતા પુષ્પાબેન અને પિતા મણિલાલ કંટારિયાએ વંદનાનો ઉછેર પેટે પાટા બાંધીને કર્યો.વંદનાની શારીરિક તકલીફ દૂર કરવા માતા પિતાએ પાણીની જેમ પૈસા ખર્ચી નાખ્યા.પરંતુ બીમારી દૂર ન થઇ.વંદનાબેને નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.પણ વંદના કુદરતની કસોટી સામે હાર માનવા તૈયાર નહોતી.આખરે આજે તે પગથી મોબાઇલ , લેપટોપ અને ફોટોકોપી ( ઝેરોક્ષ ) નું મશીન ચલાવી મહિને સારું કમાય છે અને પોતાની માતા પુષ્પાબેને જે દુઃખ સહન કર્યું હતું તેને ઓછો કરવાની સાથે પરિવાર માટે દીકરાની ગરજ પુરી પાડી રહી હતી.

વંદનાના માતાએ પણ પોતાની પરી એટલે કે વંદનાને ભણાવવવા માટે ખૂબ પરિશ્રમ કર્યો હતો શિક્ષિકાના નાતે પુષ્પાબેન પોતાના ઘરે બાળકોને ટ્યૂશન કરાવતા હતા.તે સમયે વંદના પણ તેમની પાસે જ બેસતી,પોતાની નજર સામે વાંચતા લખતા બાળકોને જોઇને વંદના પણ ભણવા સાથે જીદ કરતી હતી . પરંતુ વંદનાના હાથ – પગ કામ કરતા ના હોવાથી , ઘણી વખત ભીની આંખોએ વંદનાને હાથમાં પેન બોલપેન પકડાવી લખાવવા કોશિશ કરતા હતા . તેમની મહેનત સફળ થઈ અને ધીરે ધીરે વંદના લખતા શીખી ગઈ . ધોરણ 7 થી ગ્રેજ્યુએશનનો અભ્યાસ તેણે રાઈટરની મદદથી પાર પાડ્યો.આટલા અભ્યાસ બાદ પણ ના હારેલી કે ના થાકેલી વંદનાએ ભોપાલની યુનિવર્સિટીમાં પીજીડીસીએ અભ્યાસ પણ પૂર્ણ કર્યો.પરતું કુદરતને આ પણ મજુર નહોતું તેમ વંદનાબેનનાં માતા પુષ્પાબેનનું પણ ત્રણ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા

વંદનાબેન 22 વર્ષથી સ્વનિર્ભર બનીને ફોટો કોપી કાઢવાનું કામ જાતે કરી રહી છે.તેની પાસે ફોટો કોપી કઢાવવા આવનાર લોકો પણ તેની ઇચ્છાશક્તિ અને તેના કામ કરવાની રીત જોઈને દંગ રહી જાય છે.

વધુમાં વાત કરીએ તો વંદનાબેન ની દુકાન પાસે ફૂટ વહેંચતા સેવાભાવી બુજર્ગ વદનાબેન ની તમામ પરિસ્થિતિનું ધ્યાન રાખે છે તેમજ વંદનાબેન ને ઘરે પણ મૂકવા માટે પોતેજ જઈ છે આ રીતે માનવ સેવાનું ઉતમ ઉદાહરણ પણ પૂરું પાડી રહ્યા છે.

વિકલાંગ વંદનાબેન અમિતાભ બચ્ચન ના ફોટા ફેન છે આજે અમિતાભ બચ્ચનનાં જન્મદિવસ નિમિત્તે પત્ર વ્યવહાર પણ કરેશે તેમજ અમિતાભ બચ્ચન પણ પત્રનો રિપ્લાય આપેશે ઉપરાંત વંદનાબેન અમિતાભ બચ્ચન જન્મદિવસ ને ધામ ધૂમથી મનાવે છે.સાથે મોબાઈલ માં પણ અમિતાભ બચ્ચન સાથે કનેક્ટિવિટી ધરાવે છે. તેમજ તે રહે છે ત્યાં તેમજ કામની જગ્યા પરની દીવાલો પર અમિતાભ બચ્ચનનાં પરિવાર સહિતની ફોટા ફ્રેમો રાખેલ છે. ત્યારે ખરેખર આ દીકરીનાં સંઘર્ષ ને સલામ કરવાની ઈચ્છા થાય

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!