રાજપીપલા સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ ગૌતમ મોબાઇલ સ્ટોર માંથી મોબાઈલ ચોરી કરનાર બે આરોપી ઝડપાયા
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપળા ના મુખ્ય સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ ગૌતમ મોબાઇલ સ્ટોરમાંથી સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન ચોરી થયો હતો આ બાબતેની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકમાં નોંધાવા પામી હતી ત્યારે રાજપીપળા પોલીસે સઘન તપાસ હાથ ધરીને મોબાઈલ ચોરી કરનાર બે ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે
ઘટના બાદ પોલીસે સી.સી.ટી.વી ચેક કરતા બે શકમંદ ઇસમો મોબાઇલ ચોરી કરી લઇ જતા દેખાતા હોય જે ઇસમોની ખાનગી રાહે બાતમી મળેલ જે આધારે વિ.કે.ગઢવી પોલીસ ઈન્સ રાજપીપલા તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે વડીયા જકાતનાકા વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન વાવડી તરફથી એક હોન્ડા કંપનીનુ શાઇન મો.સા રજી નં.GJ-22-M- 6258 ઉપર બે ઈસમો આવતા બન્ને ઈસમોનું નામ-ઠામ પુછતા ૧. વિશાલભાઈ અરવિંદભાઈ તડવી મુળ ગામ ડાભણ,ટેકરા ફળીયું તા.ડેડીયાપાડા જી.નર્મદા હાલ રહે.બોરીયા,હવેલી ફળીયું તા.ગરૂડેશ્વર જી.નર્મદા તથા બીજા ઇસમે પોતાનુ નામ ૨. વિશાલભાઈ રાજેશભાઈ જોગી રહે.વાસલા,જોગી ફળીયું તા.ગરૂડેશ્વર જી.નર્મદાનાનો હોવાનું જણાવેલ હોય અને સદર ઇસમો રાજપીપલા પો.સ્ટે લાવી પુછપરછ કરતાં તેઓએ ગૌતમ મોબાઇલ શોપમાંથી સેમસંગ કંપનીનો મોબાઇલ પોતે ચોરી કરેલાની કબુલાત કરતા પોલીસે બંનેને જેલ ભેગા કરી કાર્યવાહી હાથ ધરી