NANDODNARMADA

નર્મદા જિલ્લામાં વરસાદ,કરજણ ડેમમાંથી ૪૫ હજાર ક્યુસેક પાણીછોડતા નદીમાં બે ટ્રક ફસાઈ, કામદારોનો આબાદ બચાવ

નર્મદા જિલ્લામાં વરસાદ,કરજણ ડેમમાંથી ૪૫ હજાર ક્યુસેક પાણીછોડતા નદીમાં બે ટ્રક ફસાઈ, કામદારોનો આબાદ બચાવ

 

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે જિલ્લામાં સરેરાશ ૪ થી ૫ ઇંચ વરસાદ નોંધાયો છે જેના કારણે સમગ્ર જિલ્લામાં જળબંબાકાર નિસ્થિતિ ઊભી થઈ છે

તા. 23 જુલાઈ, 2026ના રોજ બપોરે કરજણ ડેમની જળસપાટી 106.22 મીટર નોંધાઈ હતી ડેમના કુલ 5 દરવાજા ખોલવામાં આવતા કરજણ નદીમાં 43,110 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

કરજણ ડેમના હેઠવાસમાં આવેલા નાંદોદ તાલુકાના રાજપીપલા, ભદામ, ભચરવાડા, હજરપુરા, ધાનપોર અને ધમણાચા સહિતના ગામોના નાગરિકોને ખાસ સાવચેત રહેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમ છતાં નાના લીમટવાળા કરજણ પુલ નીચે હાઈવેનું કામ કરતી બે ટ્રકો પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ હતી સદનસીબે તેના ડ્રાઈવર અને કામદારોનો આબાદ બચાવ થયો હતો ત્યારે આ બાબતે આટલી ગંભીર બેદરકારી માટે કોણ જવાબદાર તેવી લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે

 

Back to top button
error: Content is protected !!