રાજપીપળામાં હઝરત નિઝામશાહ નાંદોદી ર.અ. ના ઉર્ષ મુબારક ની ઉજવણી કરાઈ
જુનેદ ખત્રી : રાજપીપળા
કોમી આસ્થાનું પ્રતીક ગણાતા રાજપીપળામાં આવેલ હઝરત નિઝામશાહ નાંદોદી ર.અ. ના ઉર્ષ મુબારક ની ભવ્ય ઉજવણી કરાઈ હતી આશરે ૬૦૦ વર્ષ પુરાણી આ દરગાહ રાજપીપળા જૂની સબ્જેલ પાછળ આવેલી છે અહીંયા હિન્દૂ મુસ્લિમ તમામ ધર્મના લોકો હાજરી આપવા આવે છે ત્યારે બુધવારે ઉર્ષની ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં મોટી સંખ્યા માં અકિદતમંદો એ ભાગ લીધો હતો અને સમગ્ર વિશ્વ માટે શાંતિ સલામતી ની દુઆઓ કરવામાં આવી હતી
ઉર્ષ પ્રસંગે રાજકીય આગેવાનો, રાજપીપલા ટાઉન પી આઇ સહિત મહાનુભાવોએ દરગાહ ખાતે હાજરી આપી હતી તેમજ કવ્વાલીનું પણ આયોજન કરાયું હતું જેમાં યુપી બદાયું ના જુનેદ સુલતાની તેમજ મુંબઈના ગુલઝાર નાઝા દ્વારા કવ્વાલી રજૂ કરાઈ હતી દરગાહ કમિટી તેમજ ઉર્ષ કમિટી દ્વારા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરાયું હતું.