DEDIAPADANARMADA

બિરસા મુંડા સરકારી તાલુકા પુસ્તકાલય, દેડીયાપાડા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ*

બિરસા મુંડા સરકારી તાલુકા પુસ્તકાલય, દેડીયાપાડા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ*

તાહિર મેમણ – ડેડીયાપાડા – 22/06/2026 – વિશ્વ યોગ દિવસ નિમિત્તે બિરસા મુંડા સરકારી તાલુકા પુસ્તકાલય, દેડીયાપાડા ખાતે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પુસ્તકાલયના વાચકો, વિદ્યાર્થીઓ તથા સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કરી યોગના મહત્વને આત્મસાત કર્યું.

 

યોગાભ્યાસ દરમિયાન ઉપસ્થિત સૌએ નિયમિત યોગ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં યોગના લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સ્વસ્થ અને નિરોગી જીવન માટે યોગને દૈનિક જીવનમાં અપનાવવાની અપીલ કરવામાં આવી હતી.

 

 

 

 

૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે રાજપીપળા સ્થિત સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આદર્શ નિવાસી શાળા (કન્યા), ટેકરા ફળિયા ખાતે ભવ્ય અને ઉત્સાહપૂર્ણ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે ડો. યોગેશ વસાવાએ આયુર્વેદ અને યોગના પરસ્પર સંબંધ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, યોગ માત્ર વ્યાયામ નહીં પરંતુ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય જાળવવાનું અસરકારક સાધન છે. નિયમિત યોગાભ્યાસ દ્વારા જીવનમાં સંતુલન, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકાય છે. તેમણે યુવા પેઢીને રોજિંદા જીવનમાં યોગ અને આયુર્વેદને અપનાવવાનો સંદેશ આપ્યો હતો.

Back to top button
error: Content is protected !!