GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: નશા વિરોધી લડતમાં”માનસ”આપની સાથે–ટોલ ફ્રી હેલ્પલાઇન 1933 નશા વિરોધી જનજાગૃતિ અભિયાન..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી તા.૧૦,ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા નશાવિરોધી જાગૃતિ માટે “માનસ હેલ્પલાઇન – 1933” વિષે લોકોમાં જાગૃતિ લાવવાનો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ૭મી NCORD મિટિંગ દરમિયાન નેશનલ નાર્કોટિક્સ હેલ્પલાઇન – માનસ (1933) નો પ્રારંભ કરવાયો હતો.
આ હેલ્પલાઇનનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રગ ટ્રાફિકિંગ અને સંબંધિત બાબતો અંગે લોકોને સહાયતા પૂરી પાડવી અને એક સમન્વિત માહિતી મંચ ઉપલબ્ધ કરાવવો છે. “માનસ” પ્લેટફોર્મ વિવિધ માધ્યમો દ્વારા ઉપલબ્ધ છે, જેમ કે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર: 1933, વેબસાઈટ: www.mcdanics.gov.in અને મોબાઇલ એપ (UMANG પ્લેટફોર્મ મારફતે). લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ “માનસ” હેલ્પલાઇન – 1933 નો વધુમાં વધુ ઉપયોગ કરીને નશાકારક પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવશે અને ડ્રગ વિરુદ્ધ રાષ્ટ્રીય અભિયાનમાં સહભાગી બનશે. સાથે જ આમ નાગરિકોએ આસપાસ નશાની કોઈ પણ શંકાસ્પદ પ્રવૃતિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવે છે જેથી સમાજમાંથી નશાની પ્રવૃત્તિને જડ  મૂળમાંથી દૂર કરી શકાય .

Back to top button
error: Content is protected !!