GUJARAT
Navsari: નવસારી જિલ્લામાં મતગણતરી માટેના ઓબ્ઝર્વસ નિમાયા..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત નવસારી જિલ્લામાં મતગણતરીને લગતી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેને અનુલક્ષીને મતગણતરી માટેના ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં 164 ઉધના અને 165 મજુરા મત વિસ્તાર માટે શ્રીમતી બીબી કાવેરીની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે 163 લિંબાયત અને 168 ચોર્યાસી મત વિસ્તાર માટે શ્રી સી. મુથુકુમારન તથા 174 જલાલપુર, 175 નવસારી, 176 ગણદેવી મતવિસ્તાર માટે શ્રી હમીદુલ્લા એ. ની મતગણતરી ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે.