GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: ચીખલી પોલીસે મજીગામ પાસેથી મહિન્દ્રા મરઝો કાર સહિત રૂ.7.62 લાખનો દારૂ-મુદ્દામાલ ઝડપી પાડ્યો

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નેશનલ હાઈવે ૪૮ પર કારમાંથી વિદેશી દારૂ-બિયરનાં 1,152 નંગ ઝડપાયા; એક આરોપીની ધરપકડ, અન્ય આરોપીઓ વોન્ટેડ

ચીખલી પોલીસ દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી અસરકારક કાર્યવાહી અંતર્ગત ગણનાપાત્ર પ્રોહિબિશન કેસ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે નેશનલ હાઈવે નં. 48 પર મજીગામ ઓવરબ્રિજના ઉત્તર છેડે મુંબઈથી અમદાવાદ તરફ જતાં માર્ગ પરથી મહિન્દ્રા મરાઝો કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને ટીન બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.

પોલીસની પેટ્રોલિંગ કામગીરી દરમિયાન મળેલી બાતમીના આધારે MH-02-FE-2526 નંબરની મહિન્દ્રા મરાઝો કાર અટકાવી તપાસ કરવામાં આવી હતી. કારના કુલ 26 પુંઠાના બોક્સમાંથી વિદેશી દારૂની નાની બોટલો તથા ટીન બિયર મળી કુલ 1,152 નંગઝડપાયા હતા. આ પ્રોહિબિશન મુદ્દામાલની કિંમત રૂ.2,52,960 હોવાનું પોલીસે જણાવ્યું છે.

આ ઉપરાંત પોલીસે આશરે રૂ.5 લાખની મહિન્દ્રા મરાઝો કાર તથા આરોપીની અંગઝડતીમાંથી આશરે રૂ.10 હજારનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કબજે કર્યો હતો. આમ, પોલીસે કુલ રૂ.7,62,960નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ કાર્યવાહીમાં હર્ષિત સ/o વિષ્ણુમુનેશ્વર વર્મા, ઉંમર 22 વર્ષ, હાલ નાલાસોપારા ઈસ્ટ, મુંબઈની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર/મંગાવનાર સહિત અન્ય સંડોવાયેલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ચીખલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 116(B), 81 અને 98(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ, પોલીસ અધિક્ષક નવસારી તથા નાયબ પોલીસ અધિક્ષક ચીખલી વિભાગની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર પી.બી. પટેલિયાના માર્ગદર્શનથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.એન. વાડલે તથા ચીખલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે હાથ ધરી હતી.

ચીખલી પોલીસની આ કામગીરીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!