નવસારી જિલ્લા કલાકારો કલા મહાકુંભ તાલુકા/ જિલ્લાકક્ષા સ્પર્ધકો માટે અરજી હાર્ડકોપી વેરીફિકેશન કરાવવું જરૂરી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દ્વારા અખબારી યાદી મારફત કલા મહાકુંભ 2024-25 તાલુકા/ જિલ્લાકક્ષા સ્પર્ધકો માટે અગત્યની સુચના જાહેર કરવામાં આવી છે. અખબારી યાદી અનુસાર કલા મહાકુંભ 2024-25 તાલુકા/ જિલ્લાકક્ષા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ જેમણે એંટ્રી કરાવેલ છે અને ફોર્મ જમા કરાવવાના બાકી છે તેમણે તેમના ફોર્મ કન્વિનર શાળાઓને ફરજિયાત જમા કરાવવાના રહેશે. હાર્ડકોપી વેરીફિકેશન કર્યા બાદ જ સ્પર્ધામાં ભાગ લઈ શકાશે. આ માટે નિમણુંક થયેલા કન્વિનરશ્રીનું નામ – મોબાઈલ નંબરની વિગત આ મુજબ છે.
નવસારી તાલુકા- તા: 24/ 12/ 2024, બાઈ નવાજબાઈ તાતા ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ, નવસારી. કન્વિનરશ્રી આચાર્યશ્રી હિતેશભાઈ પારેખ- મો:79904 15669, સહક્ન્વિનરશ્રી શ્રી નેહાબેન પારેખ
મો: 91068 78893 છે.
જલાલપોર તાલુકા- તા: 28/ 12/ 2024, ભારત વિદ્યાલય, કરાડી, તા: જલાલપોર. કન્વિનરશ્રી આચાર્યશ્રી ભરતભાઈ પરમાર મો: 84608 99402, સહક્ન્વિનરશ્રીશ્રી સ્વાતિબેન ઉમરેકર-મો: 95584 77730 છે.
ગણદેવી તાલુકા- તા:03/ 01/ 2025,એમ.એન્ડ આર. ટાટા હાઈસ્કૂલ, બીલીમોરા. કન્વિનરશ્રી આચાર્યશ્રી કમલકાંત ટંડેલ-મો: 79901 38292, સહક્ન્વિનરશ્રી – શ્રી પ્રવિણભાઈ સોલંકી મો: 7874223693 છે.
ચીખલી તાલુકા- તા: 23/ 12/ 2024, કે એન્ડ બી. હાઈસ્કૂલ, આલીપોર, તા:ચીખલી. કન્વિનરશ્રી – આચાર્યશ્રી સફીભાઈ વ્હોરા મો: 94263 41344, સહક્ન્વિનરશ્રી – શ્રી જિતેન્દ્રભાઈ પટેલ,મો: 99041 41994, શ્રી મીતાબેન રાઠોડ-.97148 06776 છે.
વાંસદા તાલુકા- તા:02/ 01/ 2025, શ્રી ગુરૂકૂલ વિદ્યાલય, રાણીફળિયા, તા: વાંસદા કન્વિનરશ્રી- આચાર્યાશ્રી હેમાબેન રાઠોડ મો: 76218 05040, સહક્ન્વિનરશ્રી- શ્રી શિરિષભાઈ પટેલ મો: 98791 69141 છે.
ખેરગામ તાલુકા- તા: 27/ 12/ 2024 શ્રી જનતા માધ્યમિક શાળા, ખેરગામ. કન્વિનરશ્રી – આચાર્યશ્રી ચેતનભાઈ પટેલ મો:96874 51348, સહક્ન્વિનરશ્રી શ્રી વિપુલભાઈ પવાર મો: 99988 60125 છે.




