DANGGUJARATNAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને ઓફસાઇટ ઇમરજન્સી પ્લાનના રીહર્સલ અંગે બેઠક યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લા ક્રાઇસીંસ ગૃપ દ્વારા ઓફસાઇટ ઇમરજન્સી પ્લાનનું રીહર્સલ (મોકડ્રીલ) વર્ષમાં એકવાર કરવાનું થાય છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજરોજ કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે સેફ્ટી ઓફિસર્સ, વિવિધ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ અને જિલ્લા તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે વિવિધ વિભાગને ઓફસાઇટ ઇમરજન્સી સમયે લેવાના તથા પોલીસ વિભાગ અને જિલ્લા તંત્ર સાથે કોઓર્ડીનેશન થકી લેવાના પગલા અંગે ગંભીરતાપુર્વક સમજ કેળવી હતી. આ ઉપરાંત જિલ્લામાં બનેલ અણવનાવો ફરી ન થાય તે માટે તથા જિલ્લામાં ઊભી થતી અન્ય ઈમરજન્સીને પહોંચી વળવા માટે ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરીને સ્થિતિ પર કેવી રીતે કાબૂ મેળવવા જેવી બાબતો અંગે જરૂરી માર્ગદર્શન પાઠવવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રીએ ખાસ કરીને દરેક કારખાના કે મિલમાં સ્થાનિક તંત્રના નંબર લગાવેલા હોય, ઓદ્યોગિક સલામતીની દરેક માર્ગદર્શિકાનું પાલન કરવા તથા તાલીમ અને મોકડ્રિલ જેવી બાબતો થકી અકસ્માતોને નિવારવા સૌને જાગૃત કરવા સંબંધિત વિભાગોને સુચન કર્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશિલકુમાર અગ્રવાલે સરકારી વિભાગોની ટીમો તથા ઇન્ડસ્ટ્રીના પરસ્પર સહયોગથી નાના બનાવને મોટો સ્વરૂપ લેતા રોકી શકાય છે એમ જણાવી ઈમરજન્સી સમયે જરૂરી પગલાઓ અંગે એકમેકનો સહયોગ જરૂરી છે તે બાબતે સમજ કેળવી હતી.
બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી કેતન જોષી, જિલ્લા પ્રાંત અધિકારીશ્રીઓ સહિત વિવિધ સેફ્ટીઓફિસર્સ, વિવિધ ઇન્ડસ્ટ્રીમાંથી આવેલા પ્રતિનિધિઓ અને જિલ્લા તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!