નવસારી: જિલ્લા અદાલત નવસારી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા. 21 જૂન:નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા અદાલત, નવસારી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે શ્રી પી. જે. તમાકુવાલા, માન. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ, શ્રી કે. ડી. દ્રિવેદી, સચિવ- જિલ્લા કાનૂની સેવા સતા મંડળ નવસારી, શ્રી ટી. સી. સુલે, મુખ્ય જિલ્લા સરકારી વકીલ તથા શ્રી એન.એમ પટેલ, નવસારી વકીલ મંડળના પ્રમુખની ઉપસ્થિતિ રહેલી હતી.
આ કાર્યક્રમનું રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને માનનીય ગુજરાત હાઇકોર્ટના માર્ગદર્શક સૂચનો અનુસાર આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લાના માનનીય ન્યાયાધીશો, સરકારી વકીલશ્રીઓ, નવસારી વકીલ મંડળના વિદ્વાન સભ્યો તથા કર્મઠ કોર્ટ સ્ટાફની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવભેર અને પ્રેરણાદાયક બનાવ્યો હતો. આ ઉજવણી ગુજરાત યોગ બોર્ડના સહયોગથી સંપન્ન થઈ હતી. જ્યાં વૈશાલીબેનના માર્ગદર્શન અને આયોજન પદ્ધતિએ કાર્યક્રમને અર્થપૂર્ણ અને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવેલી, એમ સુપ્રીટેંડેંટ, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, નવસારીની અખબારી યાદીમાં જણાવેલ છે.