નવસારી જિલ્લા એલસીબી પોલીસની ટીમે દરિયાઇ માર્ગેથી વહન કરાતો દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડયા
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
Navsari: નવસારી એલસીબી પોલીસની ટીમે મરોલી પો.સ્ટે. પુર્ણા નદીના કિનારેથી ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા વ્હીસ્કીની બોટલો તથા ટીન બીયર મળી કુલ નંગ ૯૦૦ જેની કિં.રૂ.૧,૫૩,૮૦૪/- નો પ્રોહી.મુદ્દામાલ તથા ૦૧ હલેસાવાળા બલ્લમ તથા સ્પ્લેન્ડર મોટર સાયકલ તથા લોખંડની લોરી તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ.૨,૧૮,૮૦૪/- નો મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા..
પ્રાપ્ત માહિતી મુજબ સુરત વિભાગ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક રાધવેન્દ્ર વસ્ત તથા નવસારી જિલ્લા પોલીસવડા સુશિલ અગ્રવાલ નાઓએ નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા સેવનની પ્રવૃતિ અંકુશમાં લેવા માટે વી.જે.જાડેજા, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી.નવસારી નાઓને જરૂરી સુચના અને આપેલ માર્ગદર્શન અન્વયે અસરકારક કામગીરી કરવા વી.જે.જાડેજા, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.નવસારીનાઓએ એલ.સી.બી.સ્ટાફના PSI વાય.જી.ગઢવી, PSI એસ.વી.આહીર, PSI આર.એસ.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફને નવસારી જિલ્લામાં પ્રોહીબીશન અંગેની હેરાફેરીની ગેરકાયદેસરની પ્રવૃતિ રોકવા ખાનગી બાતમીદારો રોકી બાતમી હકીકત મેળવી ઉપરોકત હુકમનું ચુસ્તપણે પાલન થાય તેવી સુચના આપેલ જે અન્વયે એલ.સી.બી.સ્ટાફના અધિકારી તથા પોલીસ કર્મચારીઓ ખાનગી બાતમીદારો રોકી વોચ તપાસ તેમજ વર્ક આઉટમાં હતા દરમ્યાન આજ તા.૨૮/૧૧/૨૦૨૪ ના રોજ એ.એસ.આઇ. દિગ્વીજયસિંહ તથા અ.હે.કો લલીતભાઈ નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે યોગીતાબેન ભાવેશભાઈ ટંડેલ રહે,વપલુ ફળીયુ બોરસી માછીવાડ તા.જલાલપોર જી.નવસારી.નાઓએ આશીષભાઇ ઉર્ફ અજય નરસિંહભાઈ ટંડેલ રહે.માસ્ટરશેરી, નાની દમણનાઓ પાસેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો દરીયાઇ માર્ગે મંગાવેલ હોવાથી આશીષ ઉર્ફે અજય દમણનાએ એક નાની એન્જીનવાળી બોટમાં દારૂનો જથ્થો ભરી તેના ચાર માણસો મારફતે બોટમાં રવાના કરેલ છે અને આ દારૂનો જથ્થો લેવા માટે યોગીતાબેન ભાવેશભાઇ ટંડેલના બે માણસો હલેસાવાળી બલ્લમમાં લેવા ગયેલ છે અને તેઓ દારૂનો જથ્થો મોજે.બોરસી માછીવાડ ગામની સીમમાં પુર્ણા નદિના કિનારે લઇ આવી ઉતારનાર છે.” જે ચોક્કસ બાતમી હકિકત આધારે મોજે.બોરસી માછીવાડ ગામની સીમમાં પુર્ણા નદિના કિનારે વોચ ગોઠવેલ દરમ્યાન ૦૧ હલેસાવાળી બધમમાં દારૂનો જથ્થો લઇ આવી તેમાંથી મોટર સાયકલ સાથે બાંધેલ લોરીમાં કાટીંગ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂ વ્હીસ્કીની નાની મોટી બાટલીઓ તથા ટીન બીયર મળી કુલ નંગ ૯૦૦ કિ.રૂ.૧,૫૩,૮૦૪/-ના ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે આરોપી (૧) રવીકુમાર નરોત્તમભાઈ ટંડેલ રહે.બોરસી માછીવાડ ગામ, દિવાદાંડી ગ્રાઉન્ડ ફળીયુ, તા.જલાલપોર, જી.નવસારી અને ( ૨) પરેશકુમાર નરોત્તમભાઈ ટંડેલ રહે.બોરસી માછીવાડ, દિવાદાંડી ગ્રાઉન્ડ ફળીયુ, તા.જલાલપોર નવસારી નાઓને ઝડપી પાડી વોન્ટેડ આરોપી (૧) યોગીતાબેન ભાવેશભાઇ ટંડેલ રહે.બોરસી માછીવાડ ગામ, વાપલુ ફળીયુ, તા.જલાલપોર, જી.નવસારી (દારૂનો જથ્થો મંગાવનાર) (૨)આશીષભાઇ ઉર્ફે અજય નરસિંહભાઇ ટંડેલ રહે.નાની દમણ, માસ્તરશેરી દમણ (દારૂનો જથ્થો ભરી મોકલનાર) તથા (૩) આશીષભાઇ ઉર્ફે અજયના ચાર માણસો જેઓના નામઠામ જણાય આવેલ નથી (દારૂનો જથ્થો પહોચાડનાર) વિરૂધ્ધમાં મરોલી પોલીસ મથકે ગુનો નોંધાવી વધુની કાર્યવાહી હાથ ધરી છે.