Navsari:- ગણદેવી પોલીસની ટીમની નાકાબંધી જોઈ દારૂનો ખેપીઓ કાર મૂકી ફરાર ; પોલીસે ૩.૫૭ મુદ્દામાલ કબ્જે કર્યો..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
Navsari: ગણદેવી પોલીસની ટીમે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બાટલીઓ નંગ- ૪૫૬ કિ.રૂા. ૫૭,૪૮૦/-તથા કાર સહિત કુલ રૂા ૩,૫૭,૪૮૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો
પ્રાપ્ત માહિતી મુજબ સુરત વિભાગ આઈજી પ્રેમવિરસિંગજીનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારી પોલીસવડા સુશીલ અગ્રવાલ નાઓને લીસ્ટેડ નોન લીસ્ટેડ બુટલેગરો ઉપર વોચ રાખી રેઇડો કરી વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સારૂ સુચના કરેલ જે ડ્રાઇવ દરમ્યાન ચીખલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહીલ તેમજ પીઆઇ એ.જે.ચૌહાણના માર્ગદર્શન હેઠળ ગણદેવી પોલીસ મથકના પીએસઆઇ ડી.એમ.રાઠોડ સહિત સર્વેલન્સની ટિમના એ.એસ.આઈ શૈલેષકુમાર,અ.હે.કો. મનોજભાઈ, અ.પો.કો મુનેશભાઈ અને અ.પો.કો નિર્મળસિંહ , પો.કો યોગેશભાઈ તથા આ.પો.કો કિરણભાઈ ગણદેવી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન બાતમી આધારે ગણદેવા ગામના પટેલ ફળીયુ જવાના રોડ ઉપર નાકાબંધી માં હતા તે દરમ્યાન બાતમી વાળી એક હુન્ડાઇ વેરના કાર નં-GJ- 05-JC-6026 ના ચાલકે નાકાબંધી જોઈ અંધારાનો લાભ લઇ કાર રોડ પર મૂકી ખેતરોમાંથી નાશી ગયો હતો પોલીસની ટિમ હુંડાઈ વેરના કારની તલાશી લેતા તેમાં ભારતીય બનાવટની ટીન બીયર મળી કુલ નંગ-૪૫૬ કિ.રૂા ૫૭,૪૮૦/-કબજે કરી અજાણ્યા કાર ચાલક આરોપી વિરૂધ્ધ ગુનો નોંધ કરી વધુની કાર્યવાહી ગણદેવીના પીએસઆઇ ડી.એમ.રાઠોડ હાથ ધરી છે