GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari; બિન પરવાનગીથી ધરણા/ભૂખ હડતાળ વિગેરહ કૃત્યો પર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ- ૩૭(૩)અન્વયે જાહેરનામું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા. ૨૩ મે, ૨૦૨૫: હાલ ગુજરાત રાજયમાં ઠેર ઠેર ગેરકાયદેસર મંડળી રચી ધરણા/ઉપવાસ પર બિન પરવાનગીથી બેસવાની ઘટનાઓ વારંવાર બનવા પામેલ છે. નવસારી જિલ્લામાં પણ નાગરીકો પોતાની માંગણી, રજુઆત તરફ ધ્યાન ખેંચવા માટે અથવા તો ચોકકસ ઈરાદાથી જિલ્લા સેવા સદનના પ્રાંગણ અને પ્રાંગણને અડીને પસાર થતા સંકળાયેલ મુખ્ય રોડ ઉપર પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ભુખ હડતાલનું ઓચિંતુ અને મનસ્વી આયોજન કરી આ કચેરીમાં તેમજ જાહેરમાર્ગ પર બાધા સર્જે છે. જેના પરિણામે કચેરીમાં આવતા અરજદારો અને સામાન્ય જનતા માટે દુવિધા સર્જાય છે. જેથી નવસારી જિલ્લામાં જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાની ન પહોંચે અને લોકોમાં સંવાદિતતા યથાવત જળવાઈ રહે તે હેતુસર સાવચેતીના ભાગરૂપે આગોતરા પગલાં ભરી, ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ હેઠળ હુકમ કરાયેલ છે.જે અન્વયે, નવસારી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની સત્તાની રૂએ જાહેર પડાયેલ જાહેરનામા અનુસાર ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૭(૩) થી ઉપલબ્ધ જોગવાઈઓ અન્વયે તા. ૨૨/૦૫/૨૦૨૫ ના કલાક ૦૦:૦૦ થી તા.૦૫/૦૬/૨૦૨૫ના કલાક ૨૪:૦૦ (બંને દિવસો સહિત) સુધી કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની કચેરી, નવસારી, જિલ્લાની તમામ પ્રાંત કચેરીઓ તથા નવસારી જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષકશ્રી, નવસારીની કચેરી તથા તાલુકા ખાતે આવેલ તાલુકા મામલતદારશ્રીની કચેરી, તાલુકા વિકાસ અધિકારીશ્રીની કચેરી, જીલ્લાની મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાઓ તથા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ તેમજ કમ્પાઉન્ડ બહારની ૨૦૦ મીટરની ત્રિજયાના હદ વિસ્તારમાં પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ધરણા /ભૂખ હડતાલ ઉપર બેસવા કે ચાર કરતા વધુ માણસોએ એકત્રિત થવા કે સભા/સરઘસ જેવા કૃત્યો કરવા સામે પ્રતિબંધ ફરમાવેલ છે. આ હુકમ જે વ્યકિત સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય, જેઓ ફરજ ઉપર હોય તેમને તથા મરણોત્તર તેમજ લગ્ન અંગેના સરઘસને લાગુ પડશે નહિ.
<span;>આ હુકમનો ભંગ / ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૫ મુજબ સજાને પાત્ર થશે. નવસારી જિલ્લામાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ થી નાયબ પોલીસ અધિક્ષકશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરીયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!