NAVSARI: SIR J.J.પ્રાયમરી સ્કૂલ ખાતે યોગ શિબિર સંપન્ન થયો..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી તા.૫ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજીત યોગ કો ઓરડી નેટર ગાયત્રી તલાટી તેમજ સરકારી આયુર્વેદીક હોસ્પિટલ નેશનલ આયુષ / મિશન ના ડૉ. હેનલ દ્વારા સર જે. જે પ્રાયમરી સ્કૂલમાં યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
યોગ કોર્ડિનેટર આયુર્વેદિક ડોક્ટર અને હોમીયોપેથીક ડોક્ટરે કસરત કરાવી હતી અને સુવર્ણપ્રાસનના ટીપા પણ બાળકોને પીવડાવ્યા હતા.તેમજ મહિલાઓ માટે યોગશિબિર નું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું. જેમાં ગાયત્રીબેન તલાટી, ડો. અમીબેન દસોંદી, મેડિકલ ઓફિસર, રશ્મિબેન ઠાકોર યોગકોચ શીતલબેન સોલંકી, રીટાબેન કોર, નેહાબેન વગેરે આવ્યા હતા. શિબિર માટે આવેલી મહિલાઓ સાથે શિક્ષકો અને આચાર્યશ્રી કડોદાવાલા પણ જોડાયા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં આરામાઇતી કીકા શાળાની શિક્ષિકા દ્વારા પ્રાર્થનાની રજુઆત થઈ ત્યારબાદ બાળકોએ ભરતનાટ્યમ પ્રસ્તુત કર્યું હતું જેની તૈયારી નેહાબેન પટેલે કરાવી તેમજ યોગા અને કરાટે ડાન્સ શાનદાર રીતે રજૂ થયો જેની તૈયારી શાળાના શિક્ષકો સંગીતાબેન અને વિજયભાઈ એ કરાવી હતી. ગાયત્રી બેને મહિલાઓને ,વિવિધ આસનો કરાવાયા તેમજ ડો. અમીબેને મહિલાઓને પોતાની સ્વાસ્થ્ય અંગે વિવિધ માહિતી આપી. આમ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી કડોદાવાલા ના માર્ગદર્શન
હેઠળ સંપૂર્ણ થયો હતો.