
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા : ગોપીવલ્લભ વેપારીઓ દ્વારા માલપુર રોડ પર રથયાત્રામાં ભક્તો માટે છાસનું વિતરણ કરવામાં આવ્યું

અષાઢી બીજ ના રોજ મોડાસા ખાતે પણ ભવ્ય રથયાત્રા નું આયોજન દર વર્ષની જેમ કરવામાં આવ્યું હતું અને મોડાસા શહેરમાં સેવાભાવી સંસ્થાઓ ધ્વારા વિવિધ સેવાઓ આપવામાં આવે છે ત્યારે મોડાસા ખાતે રથયાત્રા દરમિયાન ગોપીવલ્લભ વેપારીઓ દ્વારા માલપુર રોડ પર ITI ની પાસે રથયાત્રામાં ભક્તો માટે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં 100 લીટર થી વધુ છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું અને દરેક ભક્તોએ લાભ લીધો હતો




