NAVSARI

સુરત ખાતે રાજસ્થાન શ્રી વૈષ્ણવ ચતુર્થ સંપ્રદાયનાં તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન આપી સન્માનિત કરાયા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

સુરત ખાતે આવેલ રાજસ્થાન શ્રી વૈષ્ણવ ચતુર્થ સંપ્રદાય દક્ષિણ ગુજરાત સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રથમ ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વધુ માર્કસ મેળવનાર સમાજના ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓને નોટબુક, બેગ, કંપાસ, પાણીની બોટલ, પેન્સિલ સેટ આપવામાં આવ્યા હતા. ધોરણ ૧ થી ૧૨ ના ત્રણ ટોપર વિદ્યાર્થીઓને મેડલ અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા, આ ઉપરાંત આ તમામ વર્ગના પ્રથમ નંબરના વિદ્યાર્થીઓને સ્માર્ટ વોચ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આવેલા અન્ય તમામ બાળકોને નોટબુક આપવામાં આવી હતી. પ્રોત્સાહિત કાર્યક્રમનું સંચાલન સંસ્થાના અધ્યક્ષ આનંદરાજભાઈ વૈષ્ણવ,સેક્રેટરી લલિતભાઈ વૈષ્ણવ,ભરતભાઈ વૈષ્ણવ અને સુરેન્દરભાઈ વૈષ્ણવએ કર્યું હતું. સમાજ ખજાનચી અર્જુનભાઈ વૈષ્ણવએ સમાજ સમક્ષ હિસાબો રજૂ કર્યા હતા. સમાજના છોકરા-છોકરીઓ દ્વારા મધુર સાંસ્કૃતિક પ્રસ્તુતિ અને નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું, જેને જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ કાર્યક્રમમાં ૮૦૦ થી વધુ સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં આ કાર્યક્રમમાં સમાજના આગેવાન ઘનશ્યામભાઈ વૈષ્ણવે તમામને જણાવ્યું હતું કે ધોરણ ૧૦ મા પાસ થયા પછી કયો વિષય લેવો અને ધોરણ ૧૨ મા પછી કયો વિષય લેવો જેથી કરીને તેઓ આગળ કારકિર્દી બનાવી શકાય તે અંગેનું વિસ્તૃત માર્ગદર્શન પૂરો પાડ્યું હતું આ પ્રોત્સાહન વિતરણ કાર્યકમ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના સેવાભાવી કાર્યકર્તા શ્રી વિક્રમસિંહ જી શેખાવત પણ શિક્ષણની સાથે સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે ધૈર્ય અને નિષ્ઠાપૂર્વક સનાતન ધર્મના માર્ગે ચાલી શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી મેળવવા આહવાન કર્યું હતું.આ પ્રસંગે સમાજના સેવાભાવી કાર્યકર્તા મદનભાઈ વૈષ્ણવે જણાવ્યું હતું કે શિક્ષણથી સમાજમાં સુધારો આવશે શિક્ષણની સાથે સમાજને આગળ લાવવા સહિયારા પ્રયાસ માટે અપીલ કરી હતી. આ સાથે રાંદેર પોલીસ સ્ટેશનથી આવેલા ASI નયના બેને <span;>સમાજના બાળકોને ગુડ ટચ અને બેડ ટચ વિશે માહિતી આપી હતી સમાજને માહિતગાર કર્યા હતા. તેમજ PSI એચ.પી.જાડેજા મેડમે ઓનલાઈન ફોર્ડ અને સાયબર ક્રાઈમ વિશે માહિતી આપી હતી. મહિલાઓને ૧૦૦ નંબર ૧૦૮,૧૮૧,૧૯૩૦, વગેરે જેવા નંબર જણાવો જેથી તેઓ તેનો ઉપયોગ કરીને મુશ્કેલીથી બચી શકે. આ સાથે વૈષ્ણવ સમાજનાં અધ્યક્ષ આનંદ રાજભાઈએ સંસ્થાની રચના, તેનું વિસ્તરણ અને સભ્ય અને ટ્રસ્ટી કેવી રીતે બનવું તેની માહિતી આપી હતી. આગામી સમયમાં સમાજના કલ્યાણ માટે યુવા પરિચય સંમેલનનું આયોજન કરવા પણ આહવાન કર્યું હતું. આ સાથે મહિલા સમિતિ બનાવવાનું નક્કી કરાયું હતું. જેમાં શ્રીમતી અર્ચનાબેન ઓમપ્રકાશ ભાઇની મહિલા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તમામ ભામાશાહનું સ્મૃતિચિહ્ન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનો, સમાજના ભાઈઓ તેમજ બહેનો નો આભાર વ્યક્ત કરી સામુહિક ભોજન પ્રસાદી લઈ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યું હતું

[wptube id="1252022"]
Back to top button