NAVSARIVANSADA

74માં પ્રજાસતાક પર્વની રંગપુર શાળામાં ધામધૂમથી ઉજવણી.

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ,વાંસદા

74માં પ્રજાસતાક પર્વની રંગપુર શાળામાં ધામધૂમથી ઉજવણી.

26 જાન્યુઆરી ના રોજ રંગપુર શાળામાં સવારે મોટી સંખ્યામાં ગામ લોકો અને બાળકોની ઉપસ્થિતિમાં ગામના મહિલા સરપંચ શ્રીમતી હેમાબેન જયંતિભાઈ માહલા અને ગામની ભણેલી દીકરી સુરેખા અર્જુનભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. સાંજે 7 વાગ્યે બાળકો અને શાળા પરિવાર દ્વારા વાલીઓ માટે વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમારંભના ઉદઘાટક તરીકે અમૃત હોસ્પિટલના ડૉ. વિશાલભાઈ પટેલ અને સમારંભના અધ્યક્ષ શ્રી રઘુભાઈ પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે વાંસદા તાલુકાના પ્રાંત સાહેબ શ્રી ડી.આઇ.પટેલ સાહેબે હાજરી આપી હતી. આ ઉપરાંત આમંત્રિત તમામ મહેમાનો અને ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શાળા દ્વારા કાયમ નવીન પ્રયોગ કરવામાં આવે છે જેના ભાગ રૂપે આં કાર્યક્રમ માં મહેમાનો નું સ્વાગત પુષ્પના બદલે ચકલી ઘર અને પ્લાન્ટ આપી કરવામાં આવ્યું.જે મહેમાનો માટે એક યાદગીરી રહેશે.શાળાના બાળકો દ્વારા વિવિધ 36 કૃતિઓ જેમાં ડાન્સ,નાટક,શેરી નાટક,ગરબો,રાસ,આદિવાસી નૃત્ય વગેરે ગામલોકો અને મહેમાનો સમક્ષ રજૂ કરવામાં આવ્યું. શાળાના આં વાર્ષિક સંમેલનમાં 1લાખ રૂપિયાનું દાન પણ દાતાશ્રી દ્વારા મળેલ છે.શાળા પરિવાર તમામ દાતાશ્રીઓ નો હદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!