NAVSARINAVSARI CITY / TALUKO
ડાંગ જિલ્લાનાં વઘઈમાં મરાઠી સમાજની મહિલાઓ દ્વારા હળદી કંકુનાં કાર્યક્રમની ઉજવણી કરાઈ..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઈમાં મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓએ તેમનો પરંપરાગત ‘હલદી-કંકુ’નો કાર્યક્રમ વઘઇ ગાંધીબાગ ખાતે યોજ્યો હતો.જેમા વઘઈની મરાઠી સમાજની મહિલાઓએ એક બીજાના ને હલદી-કંકુ’ આપી એકબીજાને હળદર અને કંકુનું તિલક કરી ભેટ સોગાદો આપી હતી.તેમજ એક બીજાને પોતાના સૌભાગ્યની દિર્ધાયુ માટે કામના કરી સુખી દાંપત્ય જીવનની શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે વઘઈ માં મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હળદી કંકુનાં કાર્યક્રમની ધામધૂમથી ઉજવણી કરી હતી.