NAVSARINAVSARI CITY / TALUKO

નવસારીના નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ દાંડી ખાતે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ પર ઉજવાયો યોગ દિવસ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સમગ્ર વિશ્વ માટે ભારતીય સંસ્કૃતિની આગવી દેન એવા યોગને યુનો દ્વારા વૈશ્વિક સ્વીકૃતિ મળતા વિશ્વભરમાં દર વર્ષે તા.૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી આજે સમગ્ર વિશ્વમાં થઇ રહી છે ત્યારે  નવસારીનું આઇકોનીક સ્થળ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ દાંડી ખાતે ખુશનુમા વાતાવરણમાં એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રવાસનને વેગવાન બનાવવા માટે નવસારી શહેરના ઐતિહાસિક સ્થળ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ દાંડી પર સવારે સામૂહિક યોગ સાધનાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું . ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ હેઠળ ઉજવાયેલા આ કાર્યક્રમમાં તન અને મનના સ્વાસ્થ્ય માટે યોગપ્રેમીઓએ વિવિધ યોગાસનો કરી ભારતીય યોગ સંસ્કૃતિને ઉજાગર કરી હતી. આ કાર્યક્રમમાં એન.સી.સી.કેડેટ, સામાજીક અગ્રણીઓ, શાળાના વિદ્યાર્થીઓ,  ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં  લોકો હાજર રહી સામુહિક યોગમાં સહભાગી થયા હતા.     

Back to top button
error: Content is protected !!