CHIKHLINAVSARI

દિગેન્દ્રનગર હાઈસ્કૂલમાં વાર્ષિક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ ચીખલી

શ્રી દિગેન્દ્રનગર વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી જે. એમ.પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ દિગેન્દ્રનગરમાં વાર્ષિક ઈનામ વિતરણ સમારોહનું આયોજન તા.૯-૦૨-૨૦૨૩ ના ગુરુવાર ના રોજ શાળાના રમણીય પટાંગણમાં શાળાના કર્મનિષ્ઠ આચાર્યશ્રી હર્ષદસિંહ પરમાર સાહેબના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત આખા વર્ષ દરમ્યાન શૈક્ષણિક તથા ઈતર પ્રવૃતિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ માટે વિદ્યાર્થીઓને ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. પ્રાર્થના અને સ્વાગત નૃત્ય બાદ કાર્યક્રમના અતિથિ વિશેષશ્રી ડૉ.જયંતિભાઈ નાયકનું સ્વાગત મંડળના મંત્રીશ્રી સુમંતરાય દેસાઈએ પુષ્પગુચ્છ વડે કર્યું હતું.ટ્રસ્ટીશ્રી રણજીતસિંહ દેસાઈએ આમંત્રિત મહેમાનોનો પરિચય આપ્યો હતો.. શાળામાં ગત વર્ષે ધોરણ ૧૦અને ૧૨ સામાન્ય તથા સાયન્સ પ્રવાહમાં ઉત્કૃષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને મેડલ તથા સર્ટીફીકેટ એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા. ધો.૯ થી ૧૨ માં વર્ગમાં પ્રથમ અને દ્ધિતિય આવનાર તથા દરેક વિષયમાં સૌથી વધુ માર્કસ લાવનાર વિદ્યાર્થીઓને રોકડ ઇનામ દ્વારા સન્માનિત કરાયા હતા. દીર્ઘદ્રષ્ટા કેળવણી મંડળ અને દાતાઓ તરફથી કુલ ૫૯ સિલ્વરમેડલ,પ્રમાણપત્રો અને ૮ રોકડ પારિતોષિક એનાયત કરાયા હતા.શાળાની ઈતર પ્રવૃત્તિ એન.એસ.એસ.,યંગ સાયન્સ લીડરસ્પર્ધા અને કલા ઉત્સવમાં રાષ્ટ્રક્ક્ષાએ ઉજ્જવળ દેખાવ કરનાર વિધાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા.કલા ઉત્સવમાં વિદ્યાર્થીનીને રાષ્ટ્રક્ક્ષાસુધી લઇ જવા બદલ માર્ગદર્શક શિક્ષક આશિષભાઈ ગાંધીનું શાલ વડે સન્માન કરવામાં આવ્યું હતું.શાળાને શિક્ષણ અને સહ અભ્યાસ દરેક ક્ષેત્રે સિધ્ધિના સોપાનો સર કરાવનાર પ્રતિભાવંત આચાર્યશ્રી હર્ષદસિંહ પરમારનું પણ મંડળના મંત્રીશ્રી સુમંતરાય દેસાઈ અને બધાજ ટ્રસ્ટીઓ દ્વારા શાલ વડે સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદ્દબોધનમાં આચાર્યશ્રી હર્ષદસિંહ પરમારે જણાવ્યું હતું કે હંમેશા જીતવાની ટેવ પાડો અને તે માટે ‘NO EXCUSE’ ના સિદ્ધાંતને જીવનમાં આત્મસાત્ કરવાના સૂચનો આપી વિદ્યાર્થીઓને ઉત્સાહિત કર્યા હતા.મુખ્ય મહેમાન નવસારી જિલ્લાશિક્ષણાધિકારી ડૉ.રાજેશ્રીબેન ટંડેલે ટેલીફોનીક રીતે ઇનામી વિધાર્થીઓને અભિનંદન અને કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમના અતિથિવિશેષ ડૉ.જે.એમ.નાયક સાહેબે પોતાના ઉદ્દબોધનમાં યુવાનોને મોબાઈલનો દુરુપયોગ ટાળીને સમયનો સદુપયોગ કરી પોતાનો ધ્યેય સિદ્ધ કરવાની સલાહ આપી હતી.હાસ્યકાર અને રામાયણ સિરિયલમાં રાવણના નાનાજીની ભૂમિકા ભજવનાર શ્રી રમેશભાઈ ચાંપાનેરીએ મિમિક્રી અને ટૂચકા દ્વારા વાતાવરણને હાસ્યસભર બનાવી દીધું હતું.અંતે ટ્રસ્ટીશ્રી કમલેશભાઈ દેસાઈએ હજુ પણ દરેક ક્ષેત્રે વધુને વધુ સિદ્ધિઓ મેળવવા સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપી હતી.મંડળના પ્રમુખશ્રી કિરણભાઈ પટેલ,ઉપપ્રમુખશ્રી પ્રમોદરાય દેસાઈ અને ટ્રસ્ટીશ્રીઓએ શાળાના આચાર્યશ્રી તથા શાળા પરિવારને શ્રેષ્ઠ કામગીરી બદલ બિરદાવ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન ઇનામ વિતરણ સમિતિના કન્વીનર ધીરેન્દ્રસિંહ રાઠોડે અને શાળાની વિદ્યાર્થીનીઓએ કર્યું હતું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!