સહકારની મહત્વતા ઉજાગર કરવા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ નવસારી દ્વારા ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતી ચીખલી અને વાંસદા ખાતે સેમીનાર યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૩૦: ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમીતભાઈ શાહ તથા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃધ્ધિના વિઝનને સાકાર કરવા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ નવસારી દ્વારા ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતી ચીખલી અને બજાર સમિતી વાંસદા ખાતે સહકારની મહત્વતા ઉજાગર કરવાના આશ્રયથી તાજેતરમાં ખેડૂત ચીંતન શીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમીનારમાં ખેડૂતોના માલ પુંલીગ બાબતે પડતી મુશ્કેલીઓ બાબતે તથા ખેડૂતોને માલનું ગ્રેડીંગ બાબતે વિશેષ માર્ગદર્શન આપ્યુ. આશરે ૫૦ જેટલા આમંત્રીતો ખેડૂતો ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ ચીંતન શીબીરમાં સહકારી પ્રવ્રુતિ કઇ રીતે દેશ થી લઇ ગ્રામ્ય અર્થતંત્ર ને મજબૂત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.જે અંગે વીગતવાર સમજણ આપવામાં આવી હતી.
<span;>આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ-૨૦૨૫નાં ભાગરૂપે બહુહેતુક સેવા મંડળીઓના સભાસદો તથા ખેડૂતો માટે સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલ વિવિધ આયામો જેવા કે સી.એચ.સી સેન્ટર, પ્રધાનમાંત્રી કિસાન સમૃદ્ધિ યોજના, ખાતર વેચાણ કેન્દ્ર, એલ.પી.જી.ડીલરશીપ, પેટ્રોલ-ડિઝલ, વિતરણ પંપ, ગોડાઉન સ્ટોરેજ યોજના, એફ.પી.ઓ., પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો અપનાવી મંડળી વધારાની આવક મેળવી આર્થિક રીતે સધ્ધર બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં મલ્ટીસ્ટેટ કો-ઓપરેટીવ સોસાયટીમાં સભાસદ બની લાભાન્વિત થવા BBSSL,NCEL તથા NCOLમાં સભાસદ બનવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સહકારી પ્રવ્રુતિ કઇ રીતે દેશ થી લઇ ગ્રામ્ય અર્થતંત્ર ને મજબૂત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે જે અંગે પણ વીગતવાર સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો, સભાસદો અને ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.



