
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
શ્રી જનતા કેળવણી મંડળ, ખેરગામ સંચાલિત જનતા માધ્યમિક શાળા, ખેરગામ દ્વારા એસ.એસ.સી તથા એચ.એસ.સી (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) બોર્ડ પરીક્ષા 2026માં ઉત્કૃષ્ટ પરિણામ નોંધાવવામાં આવ્યું છે।એસ.એસ.સી બોર્ડ પરીક્ષામાં કુલ 160 વિદ્યાર્થીઓમાંથી 122 વિદ્યાર્થીઓ પાસ થયા, 36 નાપાસ રહ્યા અને 2 ગેરહાજર રહ્યા હતા. શાળાનું કુલ પરિણામ 77.21% રહ્યું હતું. પ્રથમ ત્રણ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓમાં તનુશ્રી જીતુભાઈ રાઠોડે 90.66% સાથે A1 ગ્રેડ મેળવી પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. મીત પરેશભાઈ પટેલે 87.16% સાથે A2 ગ્રેડ મેળવી દ્વિતીય ક્રમ મેળવ્યો હતો, જ્યારે ધ્રુવી સુનિલભાઈ પટેલે 84.83% સાથે A2 ગ્રેડ મેળવી તૃતીય ક્રમ મેળવ્યો હતો।એચ.એસ.સી સામાન્ય પ્રવાહમાં કુલ 180 વિદ્યાર્થીઓમાંથી 169 વિદ્યાર્થીઓ પાસ થયા અને 11 નાપાસ રહ્યા હતા. આ રીતે 93.88%નું ઉત્તમ પરિણામ નોંધાયું હતું. સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમે પટેલ પ્રાચી લક્ષ્મણભાઈએ 91.43% સાથે A1 ગ્રેડ મેળવ્યો હતો. દ્વિતીય ક્રમે લુહાર પ્રથા શેખરભાઈએ 85.57% સાથે A2 ગ્રેડ મેળવ્યો હતો, જ્યારે તૃતીય ક્રમે પટેલ વંદનાબેન નરેશભાઈએ 79.86% સાથે B1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો।એચ.એસ.સી વિજ્ઞાન પ્રવાહમાં કુલ 64 વિદ્યાર્થીઓમાંથી 34 વિદ્યાર્થીઓ પાસ થયા અને 30 નાપાસ રહ્યા હતા, જેથી 53.12%નું પરિણામ નોંધાયું હતું. વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમે આહિર ધ્રુવી ડાહયાભાઈએ 78.61% સાથે B1 ગ્રેડ મેળવ્યો હતો. દ્વિતીય ક્રમે શેખ સના આશિફભાઈએ 75.28% સાથે B2 ગ્રેડ મેળવ્યો હતો, જ્યારે તૃતીય ક્રમે લાડ દક્ષ રાજેશભાઈએ 73.53% સાથે B2 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો।શાળાના આ સરાહનીય પરિણામ બદલ શાળા સંચાલક મંડળ, આચાર્યશ્રી, શિક્ષકવૃંદ તથા વાલીઓએ તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.




