NAVSARI

Navsari: મહાશિવરાત્રી મેળાને અનુલક્ષીને ભાવિકભક્તો માટે વલસાડ, નવસારી જિલ્લામાં એકસ્ટ્રા બસોનું સંચાલન

સવારે ૦૬.૦૦ કલાક થી સાંજે ૧૯.૦૦ કલાક સુધી એકસ્ટ્રા બસો દોડાવાશે.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા.૨૫: મહાશિવરાત્રી તા.૨૬/૦૨/૨૦૨૫, મહાવદ તેરસ નિમિત્તે વલસાડ વિભાગના ડેપો નજીક આવેલ વિવિધ ગામોના મંદિરોમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં વલસાડ, નવસારી જિલ્લાના વિવિધ ગામોથી ભાવિકભક્તો મેળામાં ભાગ લેવા સહિત આસપાસના શિવાલયોમાં દર્શનાર્થે જતા હોય છે. જેને અનુલક્ષીને વલસાડ અને નવસારી જિલ્લાના એસટી બસ વિભાગના જુદા જુદા ડેપોથી એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. જે અનુસાર મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારે ૦૬.૦૦ કલાક થી સાંજે ૧૯.૦૦ કલાક સુધી એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે.

જેમાં નવસારી  થી  કછોલી સુધી, બીલીમોરા  થી  કછોલી, બીલીમોરા-ચીખલી  થી  ભૈરવી/નાંધઈ મંદિર, ધરમપુર  થી  ભૈરવી/નાંધઈ મંદિર, વલસાડ-ખેરગામ ચોકડી થી ભૈરવી/નાંધઈ મંદિર, વલસાડ  થી  ઘડોઈ આમ, આ એક્સ્ટ્રા બસોનું સંચાલન આજરોજ કરવામાં આવ્યું છે. જેનો તમામ ભાવિકભક્તોને લાભ લેવા વિભાગીય નિયામક, એસ.ટી.વલસાડ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!