AMRELIRAJULA

રાજુલા પોલીસને આ કાર્યમાં મળી મોટી સફળતા

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકોને “ઇન્ડસ” કંપનીના નામે ટાવર ઉભો કરી આપવાનો ફરીયાદી તથા સાહેદનેવિશ્વાસ અને ભરોસો અપાવી રૂ.૨૫,૫૩,૫૦૦/- ની છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુન્હો આચરી આરોપીને અટક કરી આરોપીના નામ. કોર્ટમાંથી દીન-૦૭ ના રીમાન્ડ મેળવી તપાસ દરમ્યાન આરોપી પાસેથી કુલ રૂ.૧૭,૦૦,૦૦૦/- રિકવર કરતી રાજુલા પોલીસ ટીમ

મહે.ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી લોકો પાસેથી અલગ અલગ લોભાણી સ્કીમો આપી લોકોને વિશ્વાસમાં લઈ લોકો પાસેથી રૂપિયા પડાવી લેતા હોય તેવા ઇસમો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી પકડી પાડવા સુચના આપેલ હોય, જે અન્વયે મહે. પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ અમરેલી નાઓએ આવા ગુન્હાઓને અંજામ આપી લોકોની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરનારને સત્વરે પકડી પાડવા સુચનાઅને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ નાઓએ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે રાજુલા પો.સ્ટે.એ પાર્ટ નં.૧૧૧૯૩૦૫૦૨૪૦૦૦૧/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦ મુજબનો ગુન્હો રજી. થયેલ હોય અને આ કામની તપાસ રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર આઇ.જે.ગીડા દ્વારા શરૂ કરવામાં આવેલ અને આ કામનો આરોપી ઘનશ્યામભાઇ લક્ષ્મણભાઇ પટેલ રહે.સુરત, આદર્શ ટાઉનશીપ મયુર કોમ્પલેક્ષ, સલથાણા સુરત શહેરનાઓના નામથી ઈ-ગુજકોપમાં સર્ચ કરતા આરોપી વિરૂધ્ધ સુરત ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા જ પ્રકારના કુલ – ૦૩ ગુન્હાઓ દાખલ થયેલ હોય જેથીઆ કામના આરોપી લાજપોર મધ્યસ્થ જીલ્લા જેલ સુરત ખાતે કસ્ટડીમા હોય જે આરોપીનો ટ્રાન્ફર વોરંટથી કબ્જો મેળવી રાજુલા પોલીસ સ્ટેશન લાવી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને અટક કરી નામદાર રાજુલા કોર્ટમા રિમાન્ડ માટે રજુ કરતા નામદાર કોર્ટમાંથી આરોપીના દિન -૦૭ ના રિમાન્ડ મેળવી રિમાન્ડ પરના આરોપીની સઘન અને યુકતી પ્રયુક્તીથી ઉંડાણ પુર્વક તપાસના કામે પુછપરછ કરી સદરહુ ગુન્હાના કામના આરોપીનેતપાસના કામે સુરત ખાતે લઇ જઇ સદરહુ ગુન્હાના કામે ગયેલ રૂપિયા પૈકી રૂ.૧૭,૦૦,૦૦0/- રિકવર કરી કબ્જે કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત-
(૧) ઘનશ્યામભાઇલક્ષ્મણભાઇપટેલરહે.સુરત, આદર્શટાઉનશીપમયુરકોમ્પલેક્ષ, સલથાણાસુરતશહેર
આરોપીનો પુર્વ ઇતિહાસ
(૧) સુરત ગ્રામ્ય કડોદરા DIDC પો.સ્ટે. FIR નં.૧૧૨૧૪૦૨૩૨૩૨૧૨૩/૨૦૨૩ I.P.C. કલમ ૪૦૬,૪૨૦ મુજબ
(૨) સુરત ગ્રામ્ય ઓલપાડ પો.સ્ટે. FIR નં. ૧૧૨૧૪૦૪૨૨૩૧૩૨૫/૨૦૨૩ I.P.C. કલમ ૪૦૬,૪૨૦ મુજબ
(૩) સુરત ગ્રામ્ય કામરેજFIR નં.૧૧૨૧૪૦૨૦૨૩૨૬૨૩/૨૦૨૩ I.P.C. કલમ ૪૦૬,૪૨૦ મુજબ
રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી આઇ.જે.ગીડા સાહેબ તથા પો.સબ ઇન્સ. એમ.એફ.ચૌહાણ તથા સર્વેલન્સ સ્કોડના અના.એ.એસ.આઇ. જયરાજભાઈ જેતુભાઇ વાળા તથા હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા અના.હેડ કોન્સ. હરેશભાઇ દુલાભાઇ કવાડ તથા અના.હેડ કોન્સ.રાણાભાઇ કાબાભાઇ વરૂ તથા પોલીસ કોન્સ. ચંદ્રેશભાઇ મનુભાઇ કવાડ તથા પોલીસ કોન્સ. પુથ્વીરાજસિંહ અશ્વીનભાઇ ચાવડા તથા ડ્રા.પોલીસ કોન્સ. કાળુભાઇ વેલજીભાઇ ડાભી તથા રાજુલા પોલીસ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!