
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
મ
“વિદ્યાર્થીઓએ હંમેશા ઉચ્ચ લક્ષ્યાંકો રાખવા જોઈએ” – સમીર ડી. જોશી
જનતા માધ્યમિક શાળા, ખેરગામ ખાતે પ્રગતિનો પ્રવેશોત્સવ-2026 અંતર્ગત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ તા. 24 જૂન, 2026ના રોજ ઉત્સાહભેર યોજાયો હતો.કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાના પદાધિકારી શ્રી સમીર ડી. જોશી (DS, Agriculture, Farmer Welfare and Co-operation Department, ગાંધીનગર) ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જિલ્લા કક્ષાના અધિકારી શ્રી વિજયભાઈ પટેલ, મદદનીશ ખેતી નિયામક (જમીન ચકાસણી), વાંસદા તથા લાયઝન અધિકારી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ અને દેશમુખ ફળિયાની પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ઉપસ્થિત રહ્યા હતા.દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્યશ્રી ચેતન કે. પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પુસ્તકરૂપે પુષ્પગુચ્છ અર્પણ કરી તમામ મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા.ધોરણ 9 અને ધોરણ 11માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પુસ્તકરૂપે ભેટ અર્પણ કરી વિધિવત પ્રવેશ અપાયો હતો. સાથે જ વર્ષ 2025-26 દરમિયાન ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન અધ્યક્ષશ્રી સમીર ડી. જોશીએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં ઊંચા લક્ષ્યાંકો નક્કી કરવા જોઈએ અને હંમેશા ઉચ્ચ વિચારો દ્વારા પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવો જોઈએ. વિશેષ નોંધનીય બાબત એ રહી કે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાની ધોરણ 11ની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળા સંચાલક મંડળે કાર્યક્રમને સફળ બનાવવા બદલ વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.



