GUJARATJUNAGADHKESHOD

જૂનાગઢ ખાતે ભારતીય મઝદુર સંધ આશા તથા આશા ફેસિલીટેર બહેનો દ્વારા વિવિધ માંગણીઓ ને લઈ ને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

જૂનાગઢ ખાતે ભારતીય મઝદુર સંધ આશા તથા આશા ફેસિલીટેર બહેનો દ્વારા વિવિધ માંગણીઓ ને લઈ ને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આશાની પ્રદેશ કારોબારીની બેઠક અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે રાખવામાં આવેલ તેમાં ભારતીય મંજદુર પ્રદેશ અધ્યક્ષ તેમજ આશા કમૅચારી સંઘ ના પ્રદેશ પ્રભારી શ્રી ની હાજરી માં લધાં ના મતે આ નિર્ણય કરવામાં આવેલ છે તથા આશા કે બહેનોના વિવિધ પ્રશ્નો માટે ચર્ચા કરવામાં આવેલ તે ઉપરાંત ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ તરફથી વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર શ્રી તરફથી યોગ્ય નિર્ણય લઈ સમાધાન કરેલ નથી તેના અનુસંધાનમાં રાજ્યના તમામ જિલ્લા મથકે જિલ્લા કલેકટર સાહેબ દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ને આવેદનપત્ર દ્વારા તમામ આશા બહેનના પ્રશ્નો મોકલવા નક્કી કરેલ છે આશા તથા આશા કે બહેનો સ્વાસ્થય વિભાગમાં મહત્વનું કામ કરે છે, તેમને સરકાર તરફથી સોંપવામાં આવેલાં કામ નીચલા સ્તર ગામડાની ત્થા શહેરી વિસ્તારની તમામ માહિતી ભેગી કરી સરકાર શ્રીને સોંપવાનું કામ આશા કરે છે તેમ છતાં સરકાર તરફથી મળતું માનદ વેતન અને સામાજિક સુરક્ષા મળતી નથી તેના અનુસંધાનમાં આજે તેમના પ્રશ્નોને લઇ જીલ્લામાં આવેદનપત્ર આપવાનું આવ્યું હતું જેમાં વિવિધ માંગણીઓ જેવી કે PMJY નુ ઈન્સેટીવનું ચુકવણું આજ સુધી કરવામાં આવ્યું નથી આશા/આશા ફેસિલીટેર બહેનો ને દર માસના અંતે તમામ ચુકવણું સમયસર કરવામાં આવે તો તેઓનો ઘર સંસાર આ મોંધવારી મા ચાલી શકે હાલમાં તમામ ચુકવણું અલગ અલગ હેડથી કરવામાં આવે છે તેનાથી બેનો ને ગુંચવાડો ઊભો થાય છે તો ઈન્સેટીવન, ૫૦% તથા ૨૫૦૦નો વધારા નુ ચુકવણું મહિના અંતે એક જ સાથે એક જ હેડ થી થાય તેવી વ્યવસ્થા કરવી.દેશની તમામ આશા બહેનોને ઓછામાં ઓછું ૧૮૦૦૦ રૂપિયા તથા આશા કે બહેનોને ૨૪૦૦૦ રૂપિયા દર મહિને વેતન ચૂકવવામાં આવે આશા તથા આશા કે બહેનોને દરેક મહિને ૩૦ કે ૩૧ દિવસ કામ કરતી હોય તેમને ૨૪ દિવસને બદલે ૩૦ દિવસ કરવામાં આવે આશા તથા આશા ફે બહેનોને સામાજિક સુરક્ષા ના દાયરામાં સમાવેશ કરવામાં આવે આશા તથા આશા કે બહેનોને આકસ્મિક મૃત્યુ થાય તો તેમના પરિવારને ૧૦ લાખ રૂપિયા ચૂકવવામાં આવે તેમજ તેના પરિવારને નોકરી આપવામાં આવે આશા તથા આશા કે બહેનોને સેવા નિવૃત્તિ ઉપર ૧૦ લાખ રૂપિયા ચૂકવવા આવે આશા/આશા ફેસિલીટેર બહેનો ને ડેસ એક સરખો આપવામાં આવ્યો છે તો તે બદલીને અલગ અલગ આપવો તથા જે સાડી કે ડ્રેસ આપવામાં આવે તે કોટનનુ હોય તેવી વ્યવસ્થા કરવી. જે નવા બહેનો આશા મા લીધેલા છે એમને ૫૦% ઈન્સેટીવ કેન્દ્ર સરકાર દ્વારા મળવા પાત્ર છે તે ચુકવણું આજ દિન સુધી કરવામાં આવ્યું નથી તે ચુકવણું કરવાની વ્યવસ્થા કરવી.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!