ANAND CITY / TALUKOGUJARAT

Anand : આણંદ ખાતે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક મળી

આણંદ ખાતે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક મળી

તાહિર મેમણ : આણંદ, 04/10/2023- બુધવાર :: જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી, આણંદ ખાતે “બેટી બચાવો, બેટી પઢાવો” મિશન અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન જિલ્લામાં દીકરીઓના જન્મદર પ્રમાણ, શિક્ષણ સ્તરને વધારવું, આરોગ્યની સહિત દિકરીઓના સર્વાંગી વિકાસ માટેના તમામ જરૂરી મુદ્દાઓ માટે આગામી એક્શન પ્લાન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં કલેક્ટરશ્રીએ “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત થયેલ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરીને તેમણે લોકોની માનસિકતામાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સકારાત્મક સંદેશાઓનું અસરકારક પ્રચાર અને પ્રસાર કરવા અને મહિલાલક્ષી યોજનાઓ અને લક્ષ્યાંકોને આયોજનબદ્ધ રીતે અન્ય વિભાગોના પરસ્પર સંકલન સાથે પાર પાડવા માર્ગદર્શક સૂચનો આપ્યા હતાં.

આ બેઠકમાં સમાજમાં દીકરીના જન્મના સહર્ષ વધામણા માટે, શિક્ષણમાં દીકરીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટે, મહિલા આરોગ્ય અંગે લેવામાં આવનાર જરૂરી પગલાઓ અને આયોજન, રાજ્ય સરકારની મહિલાલક્ષી યોજનાઓ- સેવાઓનો લાભ જરૂરિયાતમંદોને મળે તે માટે સતત જનજાગૃતિના કાર્યક્રમો યોજવા જરૂરી પગલાં લેવા માટે જણાવ્યું હતું.

જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીએ “બેટી બચાવો,બેટી પઢાવો” યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં થયેલ કામગીરી, હાલની સ્થિતિએ દીકરીના જન્મદર પ્રમાણ અને અગામી સમયમાં લેવાનાર સુધારાત્મક પગલાંઓ, વર્ષ ૨૦૨૩-૨૪ના ત્રિમાસીક એક્શન પ્લાન અને મહિલાલક્ષી યોજનાઓ અને બાબતો માટે જનજાગૃતિ લક્ષી કાર્યક્રમો હેઠળ જરૂરી વિગતો રજૂ કરી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!