NAVSARINAVSARI CITY / TALUKO
નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સેલ્ટર હાઉસમાં RRR સેન્ટર બનાવવામાં આવ્યું
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
*RRR (Reduse Reuse Recycle) ને અનુલક્ષી ઘર વિહોણા જરૂરિયાત મંદ નાગરિકો માટે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મૂકી જવા અનુરોધ કરાયો*
સ્વચ્છતા હી સેવા અંતર્ગત આજ રોજ RRR (Reduse Reuse Recycle)ને અનુલક્ષી નગરપાલિકા દ્વારા લક્ષ્મી ટૉકીઝ પાસે આવેલા ઘર વિહોણા માટે બનાવેલ સેલ્ટર હાઉસમાં RRR સેન્ટર બનાવવામાં આવેલ છે. જેમાં ઘર વિહોણા જરૂરિયાત મંદ નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવા કે કપડાં,વાસણ, બુટ ચપ્પલ, બાળકોના રમકડાં , પુસ્તકો વિગેરે જેવી વસ્તુઓ ઉપરાંત ઉપયોગમાં લેવાતાં ન હોય એવા કબાડ કે બિન ઉપયોગી હોય વસ્તુઓ અહી આપી જવા અથવા તો નગરપાલિકાને આ બાબતની જાણ કરીએ આવી વસ્તુઓ કોઈ જરૂરિયાત મંદના ઉપયોગમાં આવી શકે તેવા પ્રયાસમાં સહભાગી થવા વિનંતી નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.