દિવાળી ત્યોહરને લઈ નવસારી પોલીસવડા એ વેપારીઓ સાથે સુરક્ષા અંગેનો સંવાદ બેઠક યોજી વેપારીઓના મંતવ્ય લીધા..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ સહિત જિલ્લા પોલીસ પ્રશાસને જિલ્લાના અલગ અલગ વ્યાપાર સાથે જોડાયેલા સંસ્થાના વડાઓ,બેંક કર્મીઓ, કુરિયર અને રોકડ રકમની હેરફેરમાં જોડાયેલા વ્યાપારીઓ ,આંગડીઓ પેઢીના સંચાલકો સાથે દિવાળી ત્યોહર ને લઈ “ત્રણ વાત તમારી અને ત્રણ વાત આમારી” કાર્યક્રમ અંતર્ગત સંવાદ સુરક્ષા બેઠક યોજી હતી જેમાં દિવાળીના તહેવાર દરમિયાન તસ્કરોએ અવનવી સ્કીમો લઇ ઠગાઈ કરતા હોય તો જેમાં ચોરી ડકેતી ચૈન સ્ક્રેનિગ જેવી ઘટનાઓ તેમજ વેપારીમિત્રો આ સમય દરમિયાન રોકડ રકમની પણ હેરફેર કરતા હોય છે. ક્યારેક વેપારીઓ લૂંટારૂઓ હાથે લૂંટાઈ જતા હોય છે.એવા બનાવો અટકાવવા શું કરી શકાય તે અંગે વેપારીઓ સાથે સંવાદ સાધ્યો હતો.વેપારીઓના સૂચનો પણ જાણ્યા હતા. દિવાળીને જિલ્લા પોલીસ પ્રશાસન પણ એલર્ડ બની ક્રાઈમ ઘટાડવા પ્રયત્નો હાથ ધર્યા હતા.