NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લા સહિત રાજયભરમાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાશે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજય કક્ષાની બ્રિફિંગ બેઠકમાં કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે  સહિતના અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા.

નવસારી:તા.૨૬ થી તા.૨૮ જૂન, ૨૦૨૫ (ગુરુવાર થી શનિવાર) દરમિયાન શાળાની તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક, અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, જ્ઞાનશક્તિ  અને રક્ષાશક્તિ રેસિડેન્સિયલ શાળા સહિતની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-૨૦૨૫ યોજાનાર છે.

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-૨૦૨૫ના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજય કક્ષાની બ્રિફિંગ બેઠકમાં કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે , નવસારી મહાનગરપાલિકા કમિશ્નરશ્રી દેવ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા  સહિત નવસારી જિલ્લા અને રાજયભરના અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમથી ઓનલાઇન જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ગુજરાત માટે શિક્ષણનું મહત્વ અને શિક્ષણ ક્ષેત્રે લાવવાના સકારાત્મક પરિવર્તન સહિતની બાબતોને આવરી લઇ પ્રેરક ઉદ્દબોધન કર્યુ હતુ.

જિલ્લા કલેક્ટર ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઈ , વાંસદા પ્રયોજન વહીવટદારશ્રી પ્રણવ વિજયવર્ગીય , નિવાસી અધિક કલેકટરશ્રી વાય. બી. ઝાલા ,નાયબ કલેક્ટર શ્રી કેયુર ઇટાલિયા , નાયબ કલેકટર શ્રી શિવરાજ ખુમાણ , સર્વે  પ્રાંત અધિકારીશ્રીઓ  , જિલ્લા શિક્ષણાધિકારી , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી  સહિત વિવિધ કચેરીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને તાલુકા કક્ષાએથીઅધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઓનલાઇન જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!