HALOLPANCHMAHAL

Halol : હાલોલના ચાંચડિયા નજીક બાઈક સ્લીપ ખાતા સર્જાયો અકસ્માત,બાઈક ચાલકનું નિપજ્યું મોત

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨.૧૦.૨૦૨૩

હાલોલનાં માસવાડ જીઆઇડીસી થી વરસડા ગામે જતા માર્ગ ઉપર ચંચડિયા ગામ નજીક મોટરસાયકલ સ્લીપ ખાઈ જતા એક પરિણીત યુવક નુ મોત નીપજ્યું છે.યુવક બાઈક સાથે રોડ ઉપર પડેલો જોતા રાહદારીઓ એ 108 એમ્બ્યુલન્સ માં ફોન કરી જાણ કરી હતી. યુવક ને હાલોલ રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો પરંતુ તેને બચાવી શકાયો ન હતો.હાલોલ ઔદ્યોગિક વસાહત ની એક ખાનગી કંપની માં કામ કરતો અને મૂળ સંતરામપુર ના સરસવા ગામનો પરિણીત યુવક રમણભાઈ મગનભાઈ સેલોત હાલોલ ની પેનોરમા ચોકડી પાસે દુનિયા ગામે ભાડાના મકાન માં રહેતો હતો.આજે સાંજે વિજય પાળી માં તેની નોકરી હોવાથી સાંજે તે નોકરી ઉપર કંપની માં જવાં નીકળ્યો હતો. પરંતુ દુનિયા ગામે થી પેનોરમા ચાર રસ્તા થી ડાબી તરફ આવેલી જીઆઇડીસી માં ન જતા યુવક બાઈક લઈ જમણી તરફ સાથરોટા તરફ ના માર્ગે નીકળ્યો હતો.આ માર્ગ સાથરોટા થઈ વરસાડા ગામે હાલોલ – અરાદ રોડ ને મળે છે, આ ચાર રસ્તા પહેલા તેની મોટરસાયકલ સ્લીપ ખાઈ ગઈ હતી. રાત્રે અંધારા માં અકસ્માત થતા યુવક ને ઇજાઓ પહોંચી હતી. આખરે ત્યાં થી પસાર થતા રાહદારીઓ એ 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી યુવક ને હાલોલ રેફરલ હોસ્પિટલ લાવી હતી. જ્યાં યુવક જીવિત ન હોવાનું ડોક્ટરો એ જણાવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!