વાંસદા તાલુકામા આવેલ મહુવાસ ખાતે શ્રી સત્ય સાંઈ સ્કૂલમાં સ્પોર્ટ ડે ની ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ તથા શ્રી સત્ય સાંઈ નર્સિંગ કોલેજના સંયુક્ત ઉપક્રમે રમોત્સવની ઉજવણી કરવામાં આવી.. આ પ્રસંગે શાળા કોલેજના મેનેજર ટ્રસ્ટી ડૉ.કમલેશ સરના શુભ હસ્તે રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ રમોત્સવમાં ધોરણ 1 થી 12 સાયન્સ, આર્ટસ અને નર્સિંગ કોલેજના સમગ્ર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને ઇવેન્ટ્સમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને મેડલ આપવામાં આવ્યું હતું.. જેમાં કેરમ , રસ્સાખેચ , ક્રિકેટ , લીંબુ ચમચી , કોથળા દોડ , બટાકા રીલે , માર્બલ ગેમ , બેટ ટેપિંગ , પરલેજી ચેમ્પિયન , સંગીત ખુરશી , રેસ , રીલે દોડ વગેરે શારીરિક અને બૌદ્ધિક રમતોનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષકો અને શાળા કોલેજના આચાર્યો દ્વારા સતત માર્ગદર્શન આપીને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ છે..બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ડાયરેકટર દિશાંત ઠાકોર પ્રિન્સિપાલ હર્ષાબેન ગર્ગે ,દામિની મેડમ તથા સ્ટાફ ગણો ભારે જેહમત ઉઠાવી હતી…