NAVSARI

નવસારી જિલ્લાના કારખાના-ફેકટરીના કર્મચારી-મજુરો તથા પોતાના મકાન/ દુકાન/ ઓફિસ ઓદ્યોગિક એકમ ભાડે આપેલાની વિગત પોલીસને આપવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લાના કારખાના, ફેકટરીમાં કામ કરતા પરપ્રાંતિય કારીગરો તથા ગુજરાતના અન્ય વિસ્તારના લોકો ગંભીર પ્રકારના ગુનાઓ આચરી વતન ભાગી જતા હોય છે, જેના કારણે ગુનાઓ વણ શોધાયેલા રહેવા પામે છે. લુંટ, ધાડ, ખુન, અપહરણ જેવા ગંભીર ગુનાઓ રોકવા અતિ આવશ્યક છે. જેને અનુલક્ષીને નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી કેતન પી.જોષીએ મળેલી સત્તાની રૂએ સમગ્ર જિલ્લાના તમામ કારખાનેદારો, વાણિજય એકમો, ઉત્પાદન એકમો, જુદા જુદા પ્રકારની સેવા મેળવતા એકમોને, મકાન બાંધકામ સાથે સંકળાયેલા બિલ્ડરો, ખાનગી એકમોના માલિકો, શૈક્ષણિક એકમોના માલિકો, મેનેજમેન્ટ સ્ટાફ, કર્મચારી, કારીગરો, મજૂરો કે જેઓ હાલમાં કામ ઉપર છે. તેની કર્મચારી/મજૂરોની માહિતી તા.૧૫/૦૮/૨૦૨૪ સુધીમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં નિયત પત્રકમાં આપવા એક હુકમમાં જણાવ્યું છે. માહિતીમાં માલીકનું નામ, સરનામું, ટેલિફોન- મોબાઇલ નંબર તથા ધંધાની વિગત, કર્મચારીઓ, કારીગરો, મજુરનું પુરુ નામ ઓળખચિન્હ તથા સરનામું, ટેલિફોન નંબર તથા બે થી ત્રણ સગા સંબંધીઓના નામ-સરનામા, નોકરીએ રાખ્યાની તારીખ, કોના રેફરન્સ, પરિચયથી નોકરી રાખેલ છે તેનું નામ, સરનામું, ટેલિફોન નંબર, નોકરનો ફોટો આપવાનો રહેશે.
નવસારી જિલ્લાના તમામ ઔદ્યોગિક વિસ્તારો, માર્કેટો, અનુક્રમે મકાનો, ધંધાના એકમો, ઓફિસો ભાડે રાખી ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે તેમજ માનવ જીંદગીની ખુવારી થાય અને લોકોની સંપત્તિને નુકશાન પહોંચાડે તેવા બનાવો ન બને તે માટેની તકેદારી રાખવા જણાવ્યું છે. તો તેની વિગત તૈયાર કરી સંબંધિત જે તે વિસ્તારનાં પોલીસ સ્ટેશન ખાતે  મોકલી આપવી. તેમજ મકાન/ દુકાન/ ઓફિસ, ઓદ્યોગિક એકમ ભાડે આપેલ હોય તો તેની વિગત, કયા વિસ્તારમાં અને ચો.મી. બાંધકામની વિગત, માલિકનું નામ તથા સરનામું, ટેલિફોન નંબર, તથા બે થી ત્રણ સગા સંબંધીઓના નામ-સરનામા, તેનું નામ-સરનામું, ટેલિફોન નંબર, જે તે પોલીસ સ્ટેશન ખાતે દિન-૦૫ માં વિગતો આપવાની રહેશે. આ હુકમ નવસારી જિલ્લામાં તા.૨૨/૦૭/૨૦૨૪ થી તા.૨૦/૦૯/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. માહિતી આપવાનો ઇન્કાર કે અધુરી માહિતી આપનાર જાહેરનામાનો ભંગ થયેલો ગણાશે. તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે. સરકારી કચેરીઓ, અર્ધસરકારી કચેરીઓ, ચુંટાયેલી સંસ્થાઓને ઉપર મુજબનો હુકમ લાગુ પડશે નહિ.

Back to top button
error: Content is protected !!