
વિજાપુરના BAPS સ્વામિનારાયણ મંદિરે ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’નો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે જોડાયા; ધારાસભ્ય ડો. સી.જે. ચાવડાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશવ્યાપી **’નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’**નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે BAPS સ્વામી નારાયણ મંંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ, ભાજપના હોદ્દેદારો, યુવા કાર્યકર્તાઓ તેમજ સંસ્થાના આગેવાનો ધારાસભ્ય ડો. સી.જે. ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અગનભાઈ બારોટ, એપીએમસીના ચેરમેન રાજુભાઈ પટેલ, નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્રસિંહ પરમાર, જિલ્લા ભાજપ મંત્રી રાજેશભાઈ પટેલ, શહેર ભાજપના પૂર્વ મહામંત્રી ભરતભાઈ પટેલ તથા જિલ્લા યુવા ભાજપ મંત્રી શુભમ જણસારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ અને BAPS સ્વામિનારાયણ મંદિરના કાર્યકર્તાઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળી ઉપસ્થિતોએ યુવાનોને નશામુક્ત જીવનશૈલી અપનાવવા તથા વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.


