BHARUCHGUJARATJHAGADIYA

જનજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને મળી નવી સુવિધા, ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે મીની બસોનું લોકાર્પણ

જનજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને મળી નવી સુવિધા, ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે મીની બસોનું લોકાર્પણ

 

 

ઝઘડિયા એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓ માટે બે નવી મીની બસનું લોકાર્પણ, જનજાતિ બોર્ડર વિલેજના વિદ્યાર્થીઓને મળશે પરિવહનની સુવિધા
ગુજરાત સરકારના સહકારથી ભગવાન બિરસા મુંડા જનજાતિ બોર્ડર વિલેજ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવેલી બે નવી મીની બસનું લોકાર્પણ આજે ઝઘડિયા એસટી ડેપો ખાતે યોજાયું હતું.
ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના હસ્તે બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ સરસ્વતીબેન સંદીપ વસાવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ નરેન્દ્ર પટેલ, આજુબાજુના ગામોના સરપંચો, વિવિધ શાળાઓના આચાર્યો, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લોકાર્પણ બાદ નવી મીની બસોને ઝઘડિયા બસ સ્ટેન્ડ ખાતેથી લીલી ઝંડી આપી વિદ્યાર્થીઓની સેવામાં રવાના કરવામાં આવી હતી. આ બસો જનજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને સુરક્ષિત, સરળ અને આરામદાયક મુસાફરીની સુવિધા પૂરી પાડશે.
નવી બસોમાં આરામદાયક બેઠકોની વ્યવસ્થા, આધુનિક ટેકનોલોજી આધારિત સુવિધાઓ તેમજ સરકારના નિયમો મુજબ પ્રદૂષણ નિયંત્રણની વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને સમયસર અને ગુણવત્તાસભર પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ બસો જાહેર સેવામાં મૂકવામાં આવી હોવાનું જણાવાયું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સરકારની આ પહેલને વિદ્યાર્થીઓના શિક્ષણ અને જનજાતિ વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવી હતી.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!