GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ તથા એટ્રોસીટીના કેસમાં આરોપીનો શરતી જામીન પર છુટકારો

 

MORBI:મોરબીમાં લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ તથા એટ્રોસીટીના કેસમાં આરોપીનો શરતી જામીન પર છુટકારો

 

મોરબીમાં લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ કરવાના તથા એટ્રોસીટીના કેશના આરોપી સતીષભાઈ રૂગનાથભાઈ જેતપરીયા(પટેલ)નાઓનો નામ.એડી સેસન્સ કોર્ટ(સ્પેશીયલ એટ્રોસીટી કોર્ટ) માંથી જામીન પર છુટકારો.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી એ આ કામના ફરીયાદી અનુ. જાતીના હોવાનુ જાણવા છતાં ફરીયાદીને લગ્ન કરવાની લાલચ ફરીયાદીની મરજી વિરૂધ્ધ શરીરસંબંધ બાંધી ફરીયાદી સાથે લગ્ન નહી કરી ગુન્હો કર્યા હોવાની ફરીયાદના આધારે મોરબી તાલુકા પોલીસે બી.એન.એસ.ની કલમ-૬૪(૧) તથા એટ્રોસીટી એકટની કલમ-૩(૧)(ડબલ્યુ) (આઈ), ૩(૨) (વી) મુજબનો ગુનો નોંધી આરોપી રાહુલ સતીષભાઈ રૂગનાથભાઈ જેતપરીયા(પટેલ)નાઓની ધરપકડ કરેલ હતી.

આરોપી સતીષભાઈ રૂગનાથભાઈ જેતપરીયા(પટેલ)ના એ મોરબીના પ્રખ્યાત ધારાશાસ્ત્રીશ્રી દિલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ. આરોપીઓ તરફે આરોપી પક્ષના એડવોકેટે દલીલ કરેલ કે આ કામના આરોપીને ખોટી રીતે બનાવ માં ફીટ કરી દીધેલ હોથ અને તઓ સાક્ષી પુરાવા સાથે કોઈ હેમ્પર કે ટેમ્પર નહી કરે અને ધારદાર કાયદાકીય દલીલ કરેલ અને નામ. ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ ના વીવીધ ચુકાદાઓ રજુ રાખેલ . બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ. કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ. આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રીશ્રી દીલીપભાઈ અગેચાણીયા ,જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, આરતી પંચાસરા, કનૈયાલાલ બાવરવા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા, રોકાયેલા હતા.

Back to top button
error: Content is protected !!