BANASKANTHAGUJARATPALANPUR

અંબાજી જી. એમ. ડી. સી. દ્વારા શિક્ષણ સહાય માટે અંબાજી શહેર અને કોર ઝોન વિસ્તાર માં સમાવિષ્ટ સ્કૂલો માં નોટબુક – ચોપડા વિતરણ કાર્યક્રમ

16 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જી. એમ. ડી. સી કોપર પ્રોજેક્ટ , અંબાજી વતી ઉપસ્થિત પ્રોજકેટ ડાયરેકર , કે.બી. બ્રહ્મા ,સી.મેનેજર અક્ષત આચાર્ય, મેનેજર શ્રી એસ.કે.ચૌધરી, આસી.મેનેજર હેમંત ગામીત અને અંબાજી ના સરપંચ કલ્પના બહેન દવે, ઉપ સરપંચ પ્રકાશભાઈ ભાટી તેમજ અન્ય પંચાયત સભ્ય ઓ ની હાજરી માં સ્કૂલ ના આચાર્ય અને શિક્ષક ગણ ઉપસ્થિત હતા.
જી. એમ. ડી. સી. કોપર પ્રોજેક્ટ , અંબાજી દ્વારા શિક્ષણ સહાય માટે અંબાજી શહેર અને કોર ઝોન વિસ્તાર માં સમાવિષ્ટ સ્કૂલો માં નોટબુક ચોપડા વિતરણ કાર્યક્રમ ની શરૂઆત કરેલ છે , આ યોજના થકી 18 સ્કૂલો ના 5000 વિદ્યાર્થીઓ ને પ્રતિ વિદ્યાર્થી દીઠ એક ડઝન નોટબુક- ચોપડા વિતરણ કરવા જઈ રહેલ છીએ.
સરપંચ શ્રી એ જી. એમ. ડી. સી કોપર પ્રોજેક્ટ જરૂરી મંજૂરીઓ પછી જલ્દી થી શરૂ થાય તે માટે બધા અંબે માતા ને પ્રાર્થના કરીએ , અંડર ગ્રાઉન્ડ માઇન્સ ડેવલપ થસે , કોર્પોરેટ સોશ્યલ રિસપોન્સીબીલીટી ના ભાગરૂપે અગાઉ અંબાજી પંચાયત ને ૦૩ હાઇડ્રોલિક ગાર્બેજ ટીપર ની ફાળવણી અંબાજી શહેર ની સ્વચ્છતા માટે કરેલ છે અને ભવિષ્ય માં જીએમડીસી –સી.એસ.આર. હેઠળ ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ થાકી વિવિધ વિષયો જેમ કે શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, જળ સંચય, ગ્રામ્ય વિકાસ અને રોજગારી સબંધિત વિષયો પર કામ કરશે.
આ પ્રોજેક્ટ ના આવવાથી આજુબાજુ ના વિસ્તાર માં સીધી તેમજ આડકતરી રીતે રોજગારી ની વિપુલ તકો ઉપલબ્ધ થસે તેવી આશા છે.
અંત માં ગુજરાતી પ્રાથમિક શાળા ના આચાર્ય એ સૌ નો આભાર વ્યક્ત કરેલ.

Check Also
Close
Back to top button
error: Content is protected !!