JUNAGADHJUNAGADH CITY / TALUKO

મધ્યપ્રદેશથી આવેલા સાધુનો રૂ.૧૦,૦૦૦ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસએ ગણતરીની કલાકોમાં શોધી આપેલ

મધ્યપ્રદેશથી આવેલા સાધુનો રૂ.૧૦,૦૦૦ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસએ ગણતરીની કલાકોમાં શોધી આપેલ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા રેન્જના ડીઆઈજી નિલેશ જાજડીયા તથા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા ખાસ સૂચના કરવામાં આવેલ હોય.
જે અનુસંધાને અરજદાર શની ભગતજી મધ્યપ્રદેશના વતની છે, અને શની ભગતજી પોતાના ગુરુજી સાથે મધ્યપ્રદેશથી જૂનાગઢ ફરવા આવેલ હોય. ત્યારે શની ભગતજી રેલ્વે સ્ટેશનથી ભવનાથ જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ હોય તે દરમ્યાન તેમનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાયેલ હોય, જે થેલામાં તેમના ૨ જોડી કપડા, ૨ કુંડળ તથા અન્ય જરુરી સામાન હોય. જેથી શની ભગતજીએ આજુબાજુ તપાસ કરેલ તેમજ તે ઓટો રિક્ષા શોધવાનો પણ પ્રયત્ન કરેલ પરંતુ તેમનો થેલો મળેલ નહિ, આ અજાણ્યા શહેરમાં કોની મદદ લેવી આગળ શું કરવુ તેની સમજ ન પડતા તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ ત્યારે કોઈએ તેમને નેત્રમ પોલીસની મદદ લેવાનુ જણાવતા તેઓ આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખાના પી.એસ.આઇ.પી.એચ.મશરૂ સહિત પોલીસ સ્ટાફના પો.કોન્સ.વિજયભાઇ છૈયા, હીનાબેન વેગડા, ગિરીશભાઇ કલસરીયા, એન્જીનીયર નિતલબેન મહેતા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી શની ભગતજી જે સ્થળેથી ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા શની ભગતજી પોતાનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો રિક્ષામાં જ ભુલી ગયેલ હોય તેવું જણાયેલ. જે આધારે તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે થેલો તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા શની ભગતજીનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને શની ભગતજી તથા તેના ગુરુજીએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!