તા. ૩૧.૦૭.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના વાંદરિયા ગ્રામ પંચાયતમાં નળ સે જળ યોજનામાં કૌભાંડ તથા ગ્રામ જનો દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું
દાહોદ તાલુકાના વાંદરિયા ગામના ગ્રામ જનો દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યુ જેમાં વાંદરિયા ગ્રામ પંચાયતમાં નળ સે જળ યોજના વાંદરિયા ગામેં પૂર્ણ થયેલ નથી અને તે ઓનલાઇન પૂર્ણ બતાવવામાં આવે છે અને જે કાર્ય પૂર્ણ થયેલ છે તેમાં મટીરીયલની ગુણવત્તા બિલકુલ ખરાબ છે.તેમજ વાંદરિયા ગામના અંદાજે ચાર ફળીયા આ યોજનાથી વંચિત રાખવામાં આવ્યા છે અને આશરે ભ્રસ્ટાચારિયો દ્વારા એક કરોડ ઉપરાંતનો કૌભાંડ કરવામાં આવ્યુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે જેને લઈ આ વિષય પર યોગ્ય તપાસ કરી ભ્રસ્ટાચારીઓ સામે કડક પગલાં લેવાં વાંદરિયા ગામના લોકો દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆતો કરવામાં આવી