
તા.૧૮.૦૯.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષક સન્માન
લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 323
2 F1 રીજીયન ચાર અને ઝોન બે માં આવેલી લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી સેવાકીય પ્રવૃત્તિ ઉપરાંત શિક્ષણમાં શ્રેષ્ઠ કાર્ય કરતા શિક્ષકને પણ સન્માનવાનું કાર્ય કરે છે તે અંતર્ગત દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર એન્ડ એલ પંડ્યા હાઇસ્કુલ અને એસ એમ કુંદાવાલા હાયર સેકન્ડરી સ્કુલ હાયર સેકન્ડરી વિભાગમાં સત્તર વર્ષનો બહોળો અનુભવ ધરાવતા કેમેસ્ટ્રી વિષયના શિક્ષક ઉમંગકુમાર આર દરજી નું કેબિનેટ સેક્રેટરી લાયન યુસુફી કાપડિયા ,લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી ના પ્રમુખ લાયન સેફી ભાઈ પિટોલવાલા , મંત્રી લાયન કમલેશ લીમ્બાચીયા ખજાનચી લાયન રાધેશ્યામ શર્મા, ઈમિજેટ પોસ્ટ પ્રેસિડેન્ટ લાયન તુલસી શાહ ના હસ્તે સાલ ઓઢાડી અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે શાળાનાઆચાર્યા નિતીક્ષાબેન પટેલ , સુપરવાઇઝર એમ કે ફળદુ અને સ્ટાફના શિક્ષક ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી અભિનંદન પાઠવ્યા હતા




