ડિપાર્ટમેન્ટ ઓફ બોટની અને ગ્રીન કેમ્પસ કમિટીના સંયુક્ત ઉપક્રમે “પ્લાન્ટ પ્રોપેગેશન મેથડસ PPM-2025” વિષય પર કાર્યશાળાનું આયોજન

31 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ડિપાર્ટમેન્ટ ઓફ બોટની અને ગ્રીન કેમ્પસ કમિટીના સંયુક્ત ઉપક્રમે “પ્લાન્ટ પ્રોપેગેશન મેથડસ PPM-2025” વિષય પર કાર્યશાળાનું આયોજન
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી એલ પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુર ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ બોટની તથા ગ્રીન કેમ્પસ કમિટીના સંયુક્ત ઉપક્રમે એ એક કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું કે જેમાં વનસ્પતિ અને તેના સંવર્ધનની પધ્ધતિઓ વિશે વિધાર્થીઓને તાલીમ આપવામાં આવી. કાર્યક્રમની શરૂઆત સમૂહ શ્લોકગાનથી કરવામાં આવી. કાર્યક્રમમાં સંસ્થાના પ્રિન્સિપાલ ડો. વાય. બી. ડબગરના પરોક્ષ આશીર્વચન વચન રહ્યા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડો. સુશીલાબેન ગટીયાલા તથા વિભાગમાંથી ડૉ. એમ કે. પટેલ અને ડો. જે એન પટેલ ઉપસ્થિત રહી આશિર્વચન તથા વિધાર્થીઓને પ્રોત્સાહન આપ્યું. કાર્યક્રમમાં ડો. ધ્રુવભાઈ પંડ્યા, આસિસ્ટન્ટ પ્રોફેસર (બોટની વિભાગ) વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. ડો. ધ્રુવભાઈ પંડ્યાએ કોલેજમાં આવેલ સુશોભનીય વનસ્પતિઓ અને તેના પ્રજનન વિષે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા તથા કોલેજ કેમ્પસમાં ફરીને વિધાર્થીને વનસ્પતિના સંવર્ધનની લાઇવ ઉદાહરણ પણ પૂરા પાડ્યા. કાર્યશાળામાં બોટનીકલ ગાર્ડનમાં વિધાર્થીઓએ વનસ્પતિઓને, જાતે સંવર્ધન માધ્યમ બનાવીને વનસ્પતિઓને સંવર્ધન કરી. કાર્યશાળામાં લગભગ ૩૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. કાર્યક્રમનું સફળ આયોજન બોટની વિભાગના અધ્યક્ષ ડૉ એમ કે પટેલ, પીજી ઈનચાર્જ ડૉ. જે એન પટેલ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થી સ્વયંસેવકોનું અમૂલ્ય યોગદાન રહ્યું. કાર્યશાળા નો અંત સમૂહ રાષ્ટ્રગાન દ્વારા કરવામાં આવ્યો.











