BANASKANTHAGUJARATKANKREJ

ઓગડ તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન ઠાકોર નું ફતેપુરા ગામ લોકો દ્વારા બળદગાડામાં બેસાડી સામૈયુ કર્યું..

દશરથજી ઠાકોર ના ધર્મપત્ની તેરવાડા-૨ તાલુકા પંચાયત સીટમાં બહુમતી થી વિજય થઈ ભાજપનો ભગવો લહેરાવનાર ઠાકોર નીતાબેન દશરથજીની

ઓગડ તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન ઠાકોર નું ફતેપુરા ગામ લોકો દ્વારા બળદગાડામાં બેસાડી સામૈયુ કર્યું..

ઓગડ તાલુકાના ફતેપુરાના અને કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક શરાકી અને ગ્રાહક સરકારી મંડળી થરામા નિષ્ઠા પુર્વક સેવા આપતાં તથા તેરવાડા ખાતે શિક્ષક તરીકે શિક્ષણની જ્યોત જલાવનાર દશરથજી ઠાકોર ના ધર્મપત્ની તેરવાડા-૨ તાલુકા પંચાયત સીટમાં બહુમતી થી વિજય થઈ ભાજપનો ભગવો લહેરાવનાર ઠાકોર નીતાબેન દશરથજીની ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ,થરાસ્ટેટ માજીરાજવી એવમ પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, બ.કાં. જિલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ સુખદેવસિંહ સોઢા,બ.કાં. જિલ્લા પંચાયત સદસ્ય તેજાભાઈ દેસાઈ, GKTS બ. કાં.જીલ્લા પ્રમુખ ડી.ડી.જાલેરા, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટવર પટેલ, તાણા જિલ્લા પંચાયતની સીટના ભાજપના વિજેતા ઉમેદવાર દેસાઈ રેખાબેન તેજાભાઈ,ચાંગા સરપંચ હરદાસભાઈ ચૌધરી, નચિકેતા સંસ્કાર ધામના શેઠ બાબુભાઈ ચૌધરી,ડો.બાબુભાઈ સલીમગઢ,કનુભાઈ ઠક્કર, દશરથભાઈ ઠક્કર,સોમાજી જગાણી,હર્ષદભાઈ ઠક્કર, નચિકેતા સંસ્કાર ધામ સ્ટાફ સહિત જિલ્લા અને તાલુકાના સદસ્યો સહિત આગેવાનોની ઉપસ્થિતિમા ઓગડ તાલુકા પંચાયતના પ્રથમ મહિલા પ્રમુખ બનતા માદરે વતન ફતેપુરા ખાતે ગામલોકો દ્વારા ઢોલ નગારા સાથે બળદગાડામા બેસાડી અબીલ ગુલાલ ની છોળો વચ્ચે ભવ્ય સામૈયુ કરેલ.ત્યારે ગામમા ખુશીનો માહોલ સર્જાયો હતો.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

 

Back to top button
error: Content is protected !!